મહિલા કૂલીઓને જોઈ ઇમોશનલ થતાં વરુણ ધવને તેમને કહ્યું કૂલી નંબર 1

06 March, 2020 12:01 PM IST  |  Mumbai

મહિલા કૂલીઓને જોઈ ઇમોશનલ થતાં વરુણ ધવને તેમને કહ્યું કૂલી નંબર 1

વરુણ ધવન

વરુણ ધવને મહિલા કૂલીઓને જોતાં જ તેમને કૂલી નંબર 1 જણાવી છે. વરુણ અને સારા અલી ખાન ‘કૂલી નંબર 1’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મ દરમ્યાન વરુણે કૂલીના જીવનને ખૂબ નજીકથી જોયું છે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર 1’ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી અને એની રીમેકને પણ તેમણે જ ડિરેક્ટ કરી છે. ઇન્ડિયન રેલવેએ મહિલા કૂલીઓના ફોટો ટ્‍‍વિટર પર શૅર કર્યા છે. ફોટોમાં આ મહિલાઓ સામાન ઉઠાવીને ચાલી રહી છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને ઇન્ડિયન રેલવેએ ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડિયન રેલવેમાં આ મહિલા કૂલીઓએ કામ કરીને સાબિત કરી દેખાડ્યું છે કે તેઓ કોઈનાથી પાછળ પડે એમ નથી. તેમને સલામ છે.’

આ પણ વાંચો : કોરોના વાઇરસથી બચવા માટે સલમાન ખાને આપી આ સલાહ: નમસ્તે અને સલામ કરો

ઇન્ડિયન રેલવેના આ ટ્વીટનો રિપ્લાય આપતાં વરુણે ટ્વીટ કર્યું હતું કે યે હૈ ‘કૂલી નંબર 1’.

varun dhawan bollywood news entertainment news