25 January, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત બૉર્ડર 2 જોવા UAEથી મુંબઈ પહોંચ્યો શેખ
વૉર-ડ્રામા ‘બૉર્ડર 2’ પર ગલ્ફના દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ગલ્ફ દેશોમાં બૅન હોવા છતાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)થી હમાદ રિયામી નામના શેખે મુંબઈ આવીને ‘બૉર્ડર 2’ જોઈ અને પછી ફિલ્મના સ્ટાર અભિનેતા સની દેઓલ સાથે મુલાકાત કરી તેનું અભિવાદન કર્યું. ગલ્ફ દેશના આ શેખે સની સાથેની મુલાકાતનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ શૅર કર્યો છે.
આ વિડિયોમાં હમાદ રિયામીએ પહેલાં સની સાથે હાથ મિલાવ્યો અને ફિલ્મ માટે તેનો આભાર માનતાં કહ્યું, ‘હું અહીં આવીને ખૂબ ખુશ છું. આ ફિલ્મ માટે હું બહુ ઉત્સાહિત અને ખુશ છું.’
ત્યાર બાદ હમાદે સનીના સ્ટાર પિતા ધર્મેન્દ્રની ફિલ્મો ‘હુકૂમત’, ‘દાદાગીરી’, ‘લોહા’, ‘મેરા કરમ મેરા ધરમ’નાં નામ લીધાં અને કહ્યું કે આ બધી ફિલ્મો જબરદસ્ત છે.
હાલમાં સની દેઓલ ઍરપોર્ટ પર પોતાનાં મમ્મી પ્રકાશ કૌરનો હાથ પકડીને ચાલતો નજરે પડ્યો હતો. તેનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ આ તેમનાં પ્રથમ પત્ની પ્રકાશ કૌર પહેલી વખત જાહેરમાં જોવા મળ્યાં છે. આ વિડિયોમાં સની દેઓલે પોતાની મમ્મીનો હાથ પ્રેમથી પકડી રાખ્યો છે અને પ્રકાશ કૌરે પણ દીકરા સનીનો હાથ સાવધાનીપૂર્વક પકડી રાખ્યો છે.