કંગનાએ આપી નવા મિશનની હિન્ટ અને અનુપમ ખેરે પૂછ્યું આ, જાણો વધુ

22 February, 2021 01:25 PM IST  |  Mumbai | Agencies

કંગનાએ આપી નવા મિશનની હિન્ટ અને અનુપમ ખેરે પૂછ્યું આ, જાણો વધુ

કંગનાએ આપી નવા મિશનની હિન્ટ અને અનુપમ ખેરે પૂછ્યું આ, જાણો વધુ

ધાકડનું ભોપાલ શેડ્યુલ પૂરું કરીને નવા મિશનની હિન્ટ આપી કંગનાએ

કંગના રનોટે સ્પાય-થ્રિલર ‘ધાકડ’નું ભોપાલનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. સાથે જ હવે તે કોઈ નવા મિશનની તૈયારી કરવાની છે એની પણ હિન્ટ આપી છે. આ ફિલ્મમાં તે એજન્ટ અગ્નિના રોલમાં દેખાશે. અર્જુન રામપાલ નેગેટિવ રોલમાં જોવા મળશે.

ડિરેક્ટર રજનીશ ઘઈની આ ફિલ્મ આ વર્ષે પહેલી ઑક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘શેડ્યુલ રૅપ-અપ અલર્ટ. ખૂબ જ અદ્ભુત લોકો છે. થૅન્ક યુ રાઝી અને મારી ફ્રેન્ડ સાહિલ. આ ખૂબ જ અમેઝિંગ ટીમ છે. ‘ધાકડ’ શાનદાર સાબિત થશે. હવે અન્ય મિશન પર જઈ રહી છું. નવો પ્રોજેક્ટ શરૂ થવાનો છે.’

કરીના બીજી વખત બની મમ્મી

કરીના કપૂર ખાન ગઈ કાલે દીકરાને જન્મ આપીને ફરી વખત મમ્મી બની ગઈ છે. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં તેની ડિલિવરી થઈ છે. સૈફ અલી ખાન અને કરીનાને આ અગાઉ તૈમુર નામનો એક દીકરો છે. તેનો જન્મ ૨૦૧૬ની ૨૦ ડિસેમ્બરે થયો હતો. સેકન્ડ પ્રેગ્નન્સીના ન્યુઝ કરીના અને સૈફે સોશ્યલ મીડિયામાં આપ્યા હતા. સૈફની બહેન સબા પટોડીએ ઇન્સ્ટાસ્ટોરી પર સૈફ, કરીના અને તૈમુરનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટો પર લખ્યું હતું કે ‘તમારા અનમોલ દીકરાના જન્મને સેલિબ્રેટ કરી રહ્યાં છીએ. કૉન્ગ્રેચ્યુલેશન્સ.’
તો બીજી તરફ આ ગુડ ન્યુઝ આપતાં સૈફે કહ્યું હતું કે ‘અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. મમ્મી અને બેબી બન્ને સ્વસ્થ છે. અમારા શુભચિંતકોએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.’

શર્ટલેસ ફોટો શૅર કરીને અનુપમ ખેરે પૂછ્યું... સહી જા રહા હૂં ના?

અનુપમ ખેરે પોતાનો શર્ટલેસ ફોટો શૅર કરીને ફૅન્સને પૂછ્યું છે કે હું બરાબર જઈ રહ્યો છુંને? તેમના આ ફોટો પર તો અનેક સેલિબ્રિટીઝે કમેન્ટ્સ કરી છે. અનુપમ ખેર સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેઓ પોતાની રોજબરોજની લાઇફને સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. હવે શર્ટલેસ ફોટો ટ્વિટર પર શૅર કરીને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘એવા માણસને હરાવવો ખૂબ કઠિન હોય છે જેણે કદી હાર ન માની હોય. સહી જા રહા હૂં ના દોસ્તોં?’

ડિજિટલ પ્લૅટફૉર્મ પર સેન્સરશિપના પક્ષમાં નથી મહેશ માંજરેકર

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ફિલ્મમેકર મહેશ માંજરેકર ડિજિટલ પ્લૅટફૉર્મ પર સેન્સરશિપ લાગે એના પક્ષમાં નથી. જોકે તેનું એમ પણ માનવું છે કે સેન્સરશિપ ન હોવાનો કેટલાક લોકો ફાયદો પણ લે છે. મહેશ માંજરેકરની વેબ-સિરીઝ ‘1962 : ધ વૉર ઇન ધ હિલ્સ’ ૨૬ ફેબ્રુઆરીએ ડિઝની પ્લસ હૉટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થશે. ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે મહેશ માંજરેકરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આપણે શોમાં શું દેખાડીએ છીએ એને લઈને આપણે ખાસ ધ્યાન અને કાળજી રાખવાં જોઈએ. મારી આવનારી સિરીઝ પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી છે એથી મને કોઈ ચિંતા નથી. જોકે આપણે જે પણ દેખાડીએ એના માટે થોડા જવાબદાર પણ બનવા જોઈએ. હા, મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર સેન્સરશિપ લાગે એ નથી પસંદ, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે એનો ગેરફાયદો લે છે.’
થિયેટર્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મ વચ્ચેની સરખામણીને લઈને મહેશ માંજરેકરે કહ્યું હતું કે ‘આ ચર્ચા તો ઘણાં વર્ષોથી ચાલી આવે છે. આ બન્ને એકસાથે રહી શકે છે. સિનેમા હૉલ્સને કોઈ બદલી ન શકે. જ્યારે ટેલિવિઝનની શરૂઆત થઈ ત્યારે એના પર પણ ચર્ચા થઈ ચૂકી છે. મને નથી લાગતું કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે સિનેમા પર માઠી અસર પડે. ડિજિટલ પ્લૅટફૉર્મ સિનેમાના અસ્તિત્વનો નાશ કરશે એમ વિચારીને પોતાની નીંદર ખરાબ ન કરવી જોઈએ. એવું નહીં થાય.’

યુધરાની જબરદસ્ત તૈયારીમાં લાગી ગયો છે સિદ્ધાંત ચતુર્વેદી

 મુંબઈ : (આઇ.એ.એન.એસ.) સિદ્ધાંત ચતુર્વેદીએ આગામી રોમૅન્ટિક-ઍક્શન થ્રિલર ‘યુધરા’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ફિલ્મને ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરી રહ્યો છે અને રવિ ઉદયાવર ડિરેક્ટર છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સિદ્ધાંત અલગ જ અવતારમાં દેખાવાનો છે. ૨૦૨૨માં રિલીઝ થનારી આ ફિલ્મમાં સિદ્ધાંત અને માલવિકાની જોડી જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. હવે પોતાના રોલની તૈયારીનો ફોટો ઇનસ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાંતે કૅપ્શન આપી હતી કે ‘મંઝિલ જીતની ઉપર હોગી, ઘૂટને ઉતને ફૂટેંગે; ઠિકાનોં પે રુક ગએ અગર... તો પીછેવાલે લૂટેંગે. ઇસ લિએ ચલ ભાગ.’

પપ્પા સાથેના સંબંધોને લઈને સુમીત વ્યાસે કહ્યું...તેઓ મારી શૈક્ષણિક લાયકાતને સારી રીતે સમજતા હતા

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) સુમીત વ્યાસે તેના પપ્પા સાથેના સંબંધો પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે તેઓ તેની ઍકૅડેમિક યોગ્યતાને સારી રીતે સમજી શકતા હતા. એ વિશે વિસ્તારમાં જણાવતાં સુમીતે કહ્યું હતું કે ‘મારા પિતા મારી ઍકૅડેમિક યોગ્યતાને ખૂબ સારી રીતે સમજતા હતા. હું જ્યારે આઠમા અને નવમા ધોરણમાં ફેલ થયો તો તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું હતું કે તારે કોઈ પણ વાતનું સ્પષ્ટિકરણ આપવાની જરૂર નથી. જો તું એ ક્લિયર નથી કરી શકતો તો કોઈ વાંધો નથી. તને જે વસ્તુ સારી લાગતી હોય એ તું કર. ઉદાહરણ તરીકે તેં તારી રૂમમાં કારનાં પોસ્ટર્સ લગાવ્યાં છે અને જો તને કારમાં ઇન્ટરેસ્ટ હોય તો હું મારી કાર સર્વિસ કરનાર વ્યક્તિ સાથે વાત કરું અને તું ત્યાં એકાદ-બે વર્ષ કામ કર. તને યોગ્ય અનુભવ મળી જાય પછી હું તને ગૅરેજ શરૂ કરવામાં મદદ કરીશ. તને કદાચ જાણ પણ નહીં હોય કે તું એમાં કુશળ બની જઈશ અને નામના મેળવીશ.’  

લુટકેસ માટે બેસ્ટ ઍક્ટર ઇન કૉમેડીનો દાદાસાહેબ ફાળકે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ મળતાં ખુશ છે કુણાલ ખેમુ

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) કુણાલ ખેમુને ‘લુટકેસ’ માટે બેસ્ટ ઍક્ટર ઇન કૉમેડીનો દાદાસાહેબ ફાળકે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧નો અવૉર્ડ મળતાં તેની ખુશી નથી સમાતી. ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી કે ‘સન્માનિત, ખુશ અને નમ્ર છું. બેસ્ટ ઍક્ટર (કૉમેડી) દાદાસાહેબ ફાળકે અવૉર્ડ. આ અવૉર્ડ ‘લુટકેસ’ની પૂરી ટીમ માટે છે. દરેકે પોતાનાં ટૅલન્ટથી ફિલ્મને સફળતા અપાવી છે. ફિલ્મ જોનારા, એને એન્જૉય કરનારા અને મને તથા ફિલ્મને શુભેચ્છા આપનારા દરેક લોકોનો આભાર. ભરપૂર પ્રેમ અને ભરપૂર આભાર.’

bollywood bollywood news bollywood ssips kangana ranaut anupam kher