13 June, 2023 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્નાએ તેના બૉયફ્રેન્ડ વેદાંત સરદા સાથે લગ્ન કરી લીધાં છે
વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્નાએ તેના બૉયફ્રેન્ડ વેદાંત સરદા સાથે લગ્ન કરી લીધાં છે. તેમના રિસેપ્શનમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. ક્રિષ્ના ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘1920 : હૉરર્સ ઑફ ધ હાર્ટ’ લઈને આવી રહી છે. નવપરિણીતને આશીર્વાદ આપવા માટે મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, બૉબી દેઓલ, અવિકા ગોર, આફતાબ શિવદાસાની, સની લીઓની તેના હસબન્ડ ડૅનિયલ વેબર અને ત્રણ બાળકો સાથે પહોંચી હતી. ક્રિષ્ના અને વેદાંત માટે આયોજિત સંગીત સેરેમનીમાં તેઓ ખૂબ નાચ્યાં હતાં. લગ્નમાં ક્રિષ્નાએ ટ્રેડિશનલ મરૂન લેહંગા પહેર્યો હતો. એના પર ગોલ્ડન વર્ક કરેલું હતું. વેદાંતે વાઇટ શેરવાની પહેરી હતી.
વિકી કૌશલ અને સારા અલી ખાનની ‘ઝરા હટકે ઝરા બચકે’એ દસ દિવસમાં હાફ સેન્ચુરી મારી છે. આ ફિલ્મ બીજી જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મે ૫૩.૫૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉતેકરે ડિરેક્ટ કરી છે. મિડલ ક્લાસ ફૅમિલીના કપલની આ સ્ટોરી છે. ફિલ્મમાં વિકી અને સારાની કેમિસ્ટ્રી રોમૅન્ટિક દેખાય છે. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે શુક્રવારે, શનિવારે અને રવિવારે ફિલ્મના બિઝનેસમાં વધારો દેખાયો હતો. શરૂઆતના ત્રણ દિવસમાં આ ફિલ્મે ૨૨.૫૯ કરોડનું કલેક્શન કરી લીધું હતું. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી રહી છે. ૧૬ જૂને રામાયણ પર આધારિત ‘આદિપુરુષ’ રિલીઝ થવાની છે. એથી ‘ઝરા હટકે ઝરા બચકે’ના કલેક્શન પર અસર પડશે. આથી આ ફિલ્મ સો કરોડની ક્લબમાં પહોંચે એવા ચાન્સ ખૂબ જ ઓછા છે.
મિનિષા લામ્બા ઘણા સમય બાદ કામ પર પાછી ફરી છે એની તેને ખુશી છે. તેણે ૨૦૦૫માં આવેલી ‘યહાં’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે ઍમેઝૉનની મિની સિરીઝ ‘બદતમીઝ દિલ’થી કમબૅક કર્યું છે. આ સિરીઝમાં તેની સાથે બરુણ સોબતી, મલ્લિકા દુઆ અને રિદ્ધિ ડોગરા પણ લીડ રોલમાં છે. આ સિરીઝ વિશે મિનિશાએ કહ્યું કે ‘તમે સેટ્સ પર પાછા ફરો તો એ તમને સારો એહસાસ કરાવે છે. એ તમને ઉદ્દેશ આપે છે. તમે સવારે જાગો છો અને કામને લઈને ઉત્સુક હો છો. આ સિરીઝમાં પ્રેમની હલકી-ફુલકી સ્ટોરી છે. પ્રેમની ભાષા દરેક સરળતાથી સમજે છે. દરેકને પ્રેમ જોઈએ છે. કેટલાક લોકો એમ કહે છે કે તેમને પ્રેમની જરૂર નથી, પરંતુ પ્રેમની જરૂર તો હોય છે. એથી દરેકે આ શો જોવો જોઈએ.’
ક્રિતી સૅનન હવે પ્રોડક્શનમાં ઝંપલાવી રહી છે. તે હવે તેની ડિજિટલ ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહી છે. તેના હોમ-પ્રોડક્શન હેઠળની આ પહેલી ફિલ્મ હશે. તેની ‘આદિપુરુષ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. તે હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નવી શરૂઆત કરવા જઈ રહી છે. આ માટે તેણે ફિલ્મ પણ શોધી રાખી છે. ઓટીટી માટે આ ફિલ્મ ખાસ બનાવવામાં આવી રહી છે. ક્રિતી પહેલેથી જ ફિલ્મમેકિંગમાં ઇન્ટરેસ્ટેડ હતી અને હવે તે પ્રોડ્યુસર બની રહી છે. તેને જ્યારે સ્ક્રિપ્ટ ઑફર કરવામાં આવી ત્યારે તેણે એને પ્રોડ્યુસ કરવાની પણ તૈયારી દેખાડી હતી. તે આવતા વર્ષે ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ પૂરાં કરી રહી છે. ‘આદિપુરુષ’ સાથે તે ‘ગનપત’, ‘ધ ક્રૂ’ અને શાહિદ કપૂર સાથેની અનટાઇટલ ફિલ્મમાં પણ જોવા મળશે.
યો યો હની સિંહ ‘બિગ બૉસ OTT 2’માં દેખાય એવી શક્યતા છે. તેનું અસલી નામ હિરદેશ સિંહ છે. તેનાં ગીતો દ્વારા તે ખૂબ ફેમસ થયો છે. જોકે થોડા સમય માટે તેણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. હની સિંહના તેની વાઇફ શાલિની તલવાર સાથે ડિવૉર્સ થયા છે. તેની લાઇફમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે. થોડા સમય અગાઉ તેણે એમ પણ જણાવ્યું હતું કે તેનાં ગીતો હવે પહેલાંની જેમ કામ નથી કરી રહ્યાં. હવે ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવનાર ‘બિગ બૉસ OTT 2’માં તે દેખાવાનો છે. મેકર્સ તેને આ શોમાં લેવા માટે આતુર છે. જોકે હની સિંહ તરફથી કોઈ કન્ફર્મેશન નથી મળ્યું.man