25 December, 2020 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી કીર્તિએ
કીર્તિ કુલ્હારીનું માનવું છે કે કોઈ કૅરૅક્ટરને મેકઅપ વગર ભજવવાના અનેક ફાયદા હોય છે. તેણે ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’માં અનુ ચન્દ્રાનું પાત્ર ભજવ્યું છે. કીર્તિનું માનવુ છે કે અનુ ચન્દ્રાની માનસિક અવસ્થાને પારદર્શિતા સાથે રજૂ કરવી જરૂરી હતી અને મેકઅપ વગર તેના પાત્રને ભજવવાથી એ સરળ બની ગયું. એ વિશે કીર્તિએ કહ્યું હતું કે ‘મેં અનુનું પાત્ર ભજવવાને ખૂબ એન્જૉય કર્યું હતું, કારણ કે તે જટિલ, રિયલ અને સંવેદનશીલ છે. એની મનોસ્થિતિને પારદર્શિતા સાથે રજૂ કરવાની હતી અને એથી મેકઅપ વગરનો લુક એના માટે યોગ્ય હતો જેને કારણે અનુને ખૂબ સરળતાથી ભજવી શકાયું. મેકઅપ વગર રહેવાથી સેટ પર હું સૌથી પહેલાં તૈયાર થઈ જતી હતી. એ ખૂબ જ આરામદાયક હતું. મારા કો-ઍક્ટર્સ વિચારતા હતા કે મારી સ્કિન ફ્લોલેસ છે અને મને પૂછતા હતા કે સ્કિનની કાળજી માટેનું મારું રૂટીન શું છે. હું સ્કિનકૅરને લઈને ખૂબ સજાગ છું. હું તેમની સાથે મારો અનુભવ અને મારા ડર્મેટોલૉજિસ્ટ્સની સલાહ શૅર કરવા માટે ઉત્સાહિત થતી હતી.’
ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી કીર્તિએ
કીર્તિ કુલ્હારીએ અમ્રિતસરના સુવર્ણ મંદિરમાં જઈને સૌના કલ્યાણની પ્રાર્થના કરી છે. 2020નું વર્ષ સૌના માટે ખૂબ જ કપરું સાબિત થયું છે. કોરોનાને કારણે સૌને ઘરોમાં કેદ થવું પડ્યું હતું. જોકે લોકો ધીમે-ધીમે અગત્ય પ્રમાણે ઘરની બહાર નીકળી રહ્યા છે. સેલિબ્રિટીઝ માટે પણ આ વર્ષ કષ્ટદાયક હતું. ફિલ્મ્સ અને સિરિયલ્સના શૂટિંગ પર બ્રેક લાગી ગઈ હતી. એવામાં ઘરમાં ગોંધાઈને બંધ કંટાળી ચૂકેલા કલાકારો પણ થોડા સમય માટે બહાર જઈ રહ્યા છે. કીર્તિ કુલ્હારી ગોલ્ડન ટેમ્પલ પહોંચી છે. ત્યાંનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિ કૅપ્શન આપી હતી કે ‘વાહેગુરુ સબનુ બાલ બક્શણ, તે સબ તેં મહર રખીં. વાહેગુરુ સૌને માફ કરે અને દરેક પર આશિષ વરસાવે. 2020નું વર્ષ હું આવી રીતે સૌના માટે પ્રાર્થના કરીને પૂરું કરી રહી છું. દરેકનો આભાર માનું છું. સૌને 2021ની સુંદર શરૂઆતની શુભેચ્છા આપું છું.’