જે પણ `ધ કેરલા સ્ટોરી`ની વાર્તાને સાચી સાબિત કરી આપશે તેને મળશે 1 કરોડનું ઈનામ

02 May, 2023 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)એ તેના ટ્રેલરથી ખૂબ જ ધૂમ મચાવી છે. ફિલ્મના વિવાદ વચ્ચે કેરળની એક મોટી પાર્ટીની યુવા પાંખ અને બે લોકોએ અલગ-અલગ ઈનામની જાહેરાત કરી છે.

ધ કેરલા સ્ટોરી ફિલ્મ પોસ્ટર

ફિલ્મ `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)એ તેના ટ્રેલરથી ખૂબ જ ધૂમ મચાવી છે. ફિલ્મના વિવાદ વચ્ચે કેરળની એક મોટી પાર્ટીની યુવા પાંખ અને બે લોકોએ અલગ-અલગ ઈનામની જાહેરાત કરી છે. આ રોકડ પુરસ્કાર એને આપવામાં આવશે જે ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`ની વાર્તાને સાચી સાબિત કરશે અને તેની પાછળના તથ્યો રજૂ કરશે. અદા શર્મા સ્ટારર ફિલ્મ, 5 મેના રોજ રિલીઝ થવાની છે, જે દાવો કરે છે કે કેરળમાંથી લગભગ 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ છે, તેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેમનું ધર્માંતરણ કરીને વિદેશમાં આતંકવાદી મિશનમાં મોકલવામાં આવી છે.

1 કરોડ અને 10 લાખ રૂપિયાના ઈનામની બે જાહેરાત

કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFના બીજા સૌથી મોટા સભ્ય, IUMLની યુવા પાંખ, મુસ્લિમ યુથ લીગના વડા પી.કે. ફિરોઝે કહ્યું કે જો ફિલ્મના નિર્માતા સાબિત કરી શકે કે વાર્તા ખરેખર સાચી છે તો તેઓ તેમને એક કરોડ રૂપિયા આપશે. બીજી જાહેરાત એક બ્લોગર કે. નઝીર હુસૈન દ્વારા કરવામાં આવી છે. તેણે કહ્યું કે તે કોઈપણ વ્યક્તિને 10 લાખ રૂપિયા આપશે જે પુરાવો આપશે કે મહિલાઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું અને ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: ધ કેરલા સ્ટોરી ફિલ્મનો વિવાદ વકર્યો, શશિ થરૂરે કહ્યું આ અમારા કેરળની સ્ટોરી નથી

વકીલે 11 લાખ આપવાની પણ જાહેરાત કરી હતી

તે જ સમયે, વકીલ અને અભિનેતા શુક્કુરે પણ ફેસબુક પર લખ્યું હતું કે જે કોઈ પણ કેરળની મહિલાઓનું નામ આપશે જેઓ ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ છે તેમને તે 11 લાખ રૂપિયા આપશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ શાસક સીપીઆઈ-એમની આગેવાની હેઠળના ડાબેરીઓ અને યુડીએફએ માંગ કરી હતી કે ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. કેરળના સંસ્કૃતિ મંત્રી સાજી ચેરિયનએ કહ્યું કે, જો `ધ કેરલા સ્ટોરી` બતાવવામાં આવે તો લોકોએ તેનો બહિષ્કાર કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

`ધ કેરલા સ્ટોરી` ચાર વિદ્યાર્થીનીઓની વાર્તા છે

નોંધનીય છે કે આ ફિલ્મ સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે. તે કેરળની ચાર કોલેજ સ્ટુડન્ટ્સની મુસાફરીને ટ્રેસ કરે છે જેઓ ઇસ્લામિક સ્ટેટનો ભાગ બને છે. આ ફિલ્મમાં યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની પણ છે. તે વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે.

kerala bollywood national news entertainment news