રણવીરની '83 વર્લ્ડ કપ'ની ટીમ થઈ પૂરી, જાણો કોણ છે કઈ ભૂમિકામાં

03 April, 2019 05:21 PM IST  |  મુંબઈ

રણવીરની '83 વર્લ્ડ કપ'ની ટીમ થઈ પૂરી, જાણો કોણ છે કઈ ભૂમિકામાં

83 વર્લ્ડકપ પર બનવા જઈ રહી છે ફિલ્મ

નિર્માતા-નિર્દેશક કબીર ખાનની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમની કહાની પર બની રહેલી ફિલ્મ 83 માટે રણવીર સિંહે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. અને સાથે જ પડદા પર વર્લ્ડ ચેમ્પિયન બનનારી પોતાની ટીમ પણ તૈયાર કરી લીધી છે.

રણવીરની ટીમ લગભગ પૂરી થઈ ગઈ છે. હાલમાં કોચના રૂપમાં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી થઈ હતી અને હવે સુનીલ ગાવસ્કરના રૂપમાં તાહિર રાજ ભસીન સહતિના નવા એક્ટરને સામેલ કરવામાં આવ્યા છે. તાહિરે રાની મુખર્જીની ફિલ્મ મર્દાનીમાં તેની ભૂમિકા માટે ખૂબ વાહવાહી લૂંટી હતી.

રણવીર સિંહ સહિત તમામ ખેલાડીઓની ટ્રેનિંગ મોહાલીમાં કરવાની યોજના છે. શરૂઆતની ટ્રેનિંગમાં આખી ટીમ સવારે 6 વાગ્યે મેદાન પર પહોંચી જશે અને 3 કલાક પસીનો વહાવશે. હાલ નેટ પર વર્લ્ડ કપ જીતનારી ટીમના ખેલાડી બલવિંદર સિંહ સંધૂ સ્કિલ્સ અને સ્ટાઈલ પર કોંચિંગ કરી રહ્યા છે.



ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના કિરદારમાં છે જેમનો લુક હવે એવો છે કે એક નજરમાં તેમને ઓળખવા મુશ્કેલ છે. કપિલના વાંકડિયા વાળ પર થઈ રહેલું કામ પૂર્ણ થઈ ગયું છે. ક્યા રોલમાં કોણ જોવા મળશે આ રહી યાદીઃ

મેનેજર- પંકજ ત્રિપાઠી(83માં કોચ નહોતા પણ મેનેજર પી આર માન સિંહ હતા)

કેપ્ટન(કપિલ દેવ)- રણવીર સિંહ

કૃષ્ણનમ્માચારી શ્રીકાંત- સાઉથ સ્ટાર જીવા

બલવિંદર સિંહ સંધૂ- પંજાબી સિંગર, એક્ટર અમન વિર્ક

રવિ શાસ્ત્રી- ધારિયા કાર્વા( ઉરીના કેપ્ટન ચંડોક)

સંદીપ પાટિલ- મરાઠી એક્ટર ચિરાગ પાટિલ

સૈય્યદ કિરમાની- યૂ ટ્યૂબર સાહિલ ખટ્ટર

રોજર બિન્ની- વિજય વર્મા(ગલી બૉય)

યશપાલ શર્મા- જતિન સરના

દિલીપ વેંગસકર- આદિનાથ કોઠારે(મરાઠી અભિનેતા)

મોહિંદર અમરનાથ- સાકિબ સલીમ

સુનીલ ગાવસ્કર- તાહિર રાજ ભસીન

સુનીલ વાલ્સન- આર બદ્રી(સાઊથ ઈંડિયન સ્ટાર)

મદન લાલ- પંજાબી સિંહ હાર્દી સંધૂ

આ પણ વાંચોઃ કપિલ દેવના પરિવારની આ સભ્ય 83માં કરશે કામ

ફિલ્મ વિશે વાત કરતા કબીર ખાન કહે છે કે, 'રણવીરની ટ્રેનિંગ સારી ચાલી રહી છે. સવારે 6 વાગે ઉઠીને ક્રિકેટના મેદાન પર જાવું પડે છે. હાલ બલવિંદર સિંહ સંધૂ તાલીમ આપી રહ્યા છે બાદમાં મદનલાલ આવશે અને કપિલ દેવ પણ. અલગ-અલગ જેટલા ક્રિકેટ એક્સપર્ટ છે તે તમામ આવશે. અમારું સૌથી મોટું શેડ્યૂલ મે, જૂન, જુલાઈ, ઑગસ્ટમાં હશે. જ્યાં અમે સતત ચાર મહીના લંડનમાં શૂટિંગ કરીશું'