‘ધ કપિલ શર્મા શો’ની સુગંધા મિશ્રાએ સગાઈ કરી સંકેત ભોસલે સાથે

18 April, 2021 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુગંધાએ સંકેત ફક્ત ગુડ ફ્રેન્ડ હોવાનું કહીને વાતને ફગાવી દીધી હતી. જોકે તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને સગાઈ કરી લીધી હોવાનું જણાવ્યું છે.

‘ધ કપિલ શર્મા શો’ની સુગંધા મિશ્રાએ સગાઈ કરી સંકેત ભોસલે સાથે

‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળેલી સુગંધા મિશ્રાએ ડૉક્ટર સંકેત ભોસલે સાથે સગાઈ કરી લીધી છે. સુગંધ કૉમેડિયન અને સિંગર પણ છે. તે ઘણી વાર લતા મંગેશકરની નકલ કરતી જોવા મળે છે. બીજી તરફ સંકેત ડૉક્ટર છે, પરંતુ તે સંજય દત્તની નકલ કરવા માટે જાણીતો છે. રણબીર કપૂરને ‘સંજુ’ માટે તેણે ટ્રેઇનિંગ પણ આપી હોવાનું કહેવાય છે. સુગંધા અને સંકેત બન્ને ‘ધ કપિલ શર્મા શો’માં ઘણી વાર ગેસ્ટ સ્ટાર તરીકે જોવા મળ્યાં છે. તેમણે ૨૦૧૭માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે સુગંધાએ સંકેત ફક્ત ગુડ ફ્રેન્ડ હોવાનું કહીને વાતને ફગાવી દીધી હતી. જોકે તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને સગાઈ કરી લીધી હોવાનું જણાવ્યું છે.

the kapil sharma show television news entertainment news