સુભાષ ઘઈએ જાહેરાત કરી ત્રણ ફિલ્મોની

25 October, 2020 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુભાષ ઘઈએ જાહેરાત કરી ત્રણ ફિલ્મોની

સુભાષ ઘઈ

સુભાષ ઘઈએ તેમના પ્રોડક્શન મુક્તા આર્ટ્સ હેઠળ ત્રણ ફિલ્મોની જાહેરાત કરી છે. આ ફિલ્મને તેઓ ઝી સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. મુક્તા આર્ટ્સની ગઈ કાલે ૪૨મી ઍનિવર્સરી હતી અને એથી જ તેમણે આ જાહેરાત કરી છે. ૧૯૭૮ની ૨૪ ઑક્ટોબરે સુભાષ ઘઈએ મુક્તા આર્ટ્સની શરૂઆત કરી હતી. આ પ્રોડક્શન હેઠળ તેમની પહેલી ફિલ્મ ‘કર્ઝ’ હતી. ૨૪ ઑક્ટોબર તેમની વેડિંગ-ઍનિવર્સરી પણ છે, આથી ‘કર્ઝ’ બાદ તેમણે ૨૪ ઑક્ટોબરે ફિલ્મની જાહેરાત કરવાનું ટ્રેડિશન શરૂ કર્યું હતું અને એ જ ટ્રેડિશન હેઠળ તેમણે ગઈ કાલે ત્રણ ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે કોની સાથે આ ફિલ્મ બનાવવામાં આવશે અને કયા વિષય પર બનશે એ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

entertainment news bollywood bollywood news bollywood gossips subhash ghai upcoming movie