સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ ડી. ઓ. ભણસાલીનું નિધન

06 May, 2020 09:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ ડી. ઓ. ભણસાલીનું નિધન

હિન્દી ફિલ્મોના જાણીતા સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ ડી. ઓ. ભણસાલીનું મૃત્યુ થયું છે. તેમનું નામ ધીરજલાલ ઓસવાલ ભણસાલી હતું. સોમવારે તેમનું 93 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. ડી. ઓ. ભણસાલી તાડદેવની એક લૅબોરેટરી સાથે જોડાયેલા હતા અને તેમણે મોટા ભાગના તમામ મ્યુઝિક-ડિરેક્ટર્સ સાથે કામ કર્યું હતું.

આ વિશે લતા મંગેશકરે ટ્વીટ કર્યું હતું કે ‘અમારી ઇન્ડસ્ટ્રીના ખૂબ જ મશહૂર સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ ડી. ઓ. ભણસાલીજીનું મૃત્યુ થયું એ જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમણે મારી ઘણી ફિલ્મોનાં ગીતો રેકૉર્ડ કર્યાં છે. તેઓ ખૂબ જ સારા રેકૉર્ડિસ્ટ હતા. મિનો કાર્તિકજી જેમને અમે મીનુબાબા કહેતા તેમના તેઓ અસિસ્ટન્ટ હતા. મીનુબાબાના રિટાયરમેન્ટ પછી ભણસાલીજી ચીફ રેકૉર્ડિસ્ટ બન્યા હતા. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા અને અમારા સંબંધ પણ તેમની સાથે ખૂબ જ સારા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

entertainment news bollywood bollywood news lata mangeshkar