શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ અભિનેત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

31 October, 2020 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ અભિનેત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

શ્વેતા તિવારી દીકરી અને દીકરા સાથે

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) પર તેના પતિ અભિનેતા અભિનવ કોહલી (Abhinav Kohli)એ ગંભીર આરોપ લગાવ્યા છે. જેમા તેણે કહ્યું છે કે, શ્વેતા તિવારી કસ્ટડી માટે ગાંડપણ કરે છે અને હું તેના વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો છું. સાથે જ અભિનવ કોહલીએ એમ પણ કહ્યું હતું કે, શ્વેતા તેને તેના 4 વર્ષના દીકરા રેયાંશ કોહલીથી અલગ કરી રહી છે.

ભાસ્કર ગ્રુપને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનવ કોહલીએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી શ્વેતા મને રેયાંશને મળવા દેતી ન હતી. હાલમાં જ શ્વેતાને કોરોના થયો હતો. ત્યારબાદ તેણે રેયાંશને મારી પાસે મોકલી દીધો હતો. બીજે દિવસે જ તેને તાવના લક્ષણ દેખાવાના સ્ટાર્ટ થઇ ગયા, મેં ડૉક્ટર સાથે વાત કરી ત્યારે ખબર પડી કે રેયાંશ કોરોના પૉઝિટિવ છે કારણકે તે શ્વેતા સાથે બે દિવસ રહ્યો હતો. શ્વેતાનો પહેલાં જ કોવિડ ટેસ્ટ થઈ ગયો હતો અને તેણે તે જ હાલતમાં સ્તનપાન પણ કરાવ્યું હતું. રેયાંશ નવેમ્બરમાં ચાર વર્ષનો થશે પરંતુ બધી મેડિકલ સલાહ વિરુદ્ધ શ્વેતા તેને સ્તનપાન કરાવવાની ટ્રાય કરે છે જેથી હું કસ્ટડીના કેસમાં કોર્ટ જાઉં તો કોર્ટમાં જણાવી શકે કે તે સ્તનના દૂધ પર છે.

અભિનવ કોહલીએ વધુમાં કહ્યું હતું કે, શ્વેતાનો ક્વૉરન્ટીન પિરિયડ પૂરો થતા તે રેયાંશને લઈ ગઈ હતી. પણ રેયાંશ તેની પાસે રહેતો નહોતો એટલે પાછી મારા ઘરે મુકી ગઈ. તે તેને ફોસલાવીને લઈ જવાની કોશિશ કરતી પણ તે ન ગયો. મારી પાસે આ બધું રેકોર્ડ કરેલો વીડિયો છે. ત્યારે તે વેકેશન માણવા જવા ઇચ્છતી હતી. પછી તેણે પોલીસનો ઉપયોગ કર્યો. હું પોલીસ સ્ટેશન ન જઈ શક્યો કારણકે મારો દીકરો મને એક ક્ષણ માટે પણ છોડવા તૈયાર ન હતો અને કોરોના કાળમાં મારા દીકરાને પોલીસ સ્ટેશન લઇ જવું મને ઉચિત ન લાગ્યું. પછી સાંજ સુધી તેણે એક પોલીસ ઓફિસરને મારા ઘરે એક અનશોફિશ્યલ મેસેજ સાથે મને પોલીસ સ્ટેશન આવવા કહ્યું, પરંતુ મેં તેને પણ કહ્યું કે બાળક મને આવવા નહીં દે અને બાળકને ઓફિસરની સામે પૂછવામાં આવ્યું કે શું તે તેના મમ્મીના ઘરે જવા ઈચ્છે છે પરંતુ તેણે ના પાડી દીધી. મેં તે રેકોર્ડ કર્યું છે. પોલીસના ગયા બાદ શ્વેતા ઘરે આવી, જોકે મને ખબર હતી કે તેણે પોલીસ મોકલી હતી તેમ છતાં મેં તેને આવવા દીધી. તેણે એવો દેખાડો કર્યો જાણે કઈ થયું જ નથી અને તેણે રેયાંશને સમજાવવાની પૂરી ટ્રાય કરી પરંતુ તેણે તેની સાથે જવાની ના પાડી દીધી. પછી તે રેયાંશને મૂકીને આખા પરિવાર સાથે પ્રમોશનલ ટૂર પર જતી રહી હતી અને ત્યાંથી આવ્યા બાદ 24 ઓક્ટોબરે ખોટું બોલીને રેયાંશને ફરી તેના ઘરે લઇ ગઈ. ત્યારપછિથી અત્યારસુધી તેણે નથી મારી સાથે વાત કરી કે નથી રેયાંશ સાથે વાત કરાવી.

વધુમાં અભિનવ કોહલીએ કહ્યું હતું કે, શ્વેતાએ મારી નકલી સહી કરીને રેયાંશના યુકેના વિઝા બનાવવાની ટ્રાય કરી હતી મારી પાસે તેનો લીગલ પુરાવો છે. શ્વેતા અને તેની દીકરી પલક કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. તે માત્ર એક વ્યક્તિનો ઉપયોગ કરીને તેને ફેંકવામાં વિશ્વાસ રાખે છે. પોતાના લાભ માટે તે એક નાના બાળકને હર્ટ કરવામાં અને દુઃખ આપવામાં પણ પાછળ નહીં ખસે. સમાજમાં તે ખૂબ સોફ્ટ હોવાનો ઢોંગ કરે છે પણ બાળક પ્રત્યે ઘણી ક્રૂર છે.

એટલું જ નહીં આવતા અઠવાડિયે અભિનવ કોહલી શ્વેતા તિવારી વિરુદ્ધ એક્શન લેવાનો છે. તમને જણાવી દઈએ કે, હજી સુધી શ્વેતા અને અભિનવના ડિવોર્સ નથી થયા.

entertainment news indian television television news shweta tiwari