Shahid Kapoor બાઇક પર નીકળ્યો એડવેન્ચર ટ્રિપ પર, કુણાલ ખેમૂ પણ સાથે

10 August, 2019 07:19 PM IST  |  મુંબઈ ડેસ્ક

Shahid Kapoor બાઇક પર નીકળ્યો એડવેન્ચર ટ્રિપ પર, કુણાલ ખેમૂ પણ સાથે

શાહિદ કપૂર પોતાની બાઇક ગેન્ગ સાથે (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

શાહિદ કપુરે ઘણા સમય બાદ કબીર સિંહના રૂપમાં મોટી સફળ ફિલ્મ આપી છે. સફળ ફિલ્મ આપ્યા બાદ હાલ તે સમય કાઢીને પોતાના મિત્રો સાથે યૂરોપમાં મસ્તી કરવા નીકળી પડ્યો છે. ઇશાન ખટ્ટર, કુણાલ ખેમૂ અને અન્ય સાથીઓ સાથે બાઇક રાઇડ પર નીકળેલા શાહિદ કપૂરની તસવીરો વેકેશન ગોલ્સ આપી રહી છે.

તસવીરોમાં સ્વિટ્ઝરલેન્ડની સુંદરતા દેખાઇ રહી છે. બાઇકિંગ માટે નીકળેલા શાહિદ કપૂર અને તેની બૉઇઝ ગેન્ગ સંપૂર્ણપણે તૈયાર થઇને નીકળી છે. બધાએ રાઇડના કપડાં પહેર્યા છે. તેમજ બધાં રાઇડની મજા માણી રહ્યા છે.

રાઇડ સાથે તેમણે પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને તમને પણ એકવાર બાઇક રાઇડિંગ કરવાનું મન થઈ જશે.

શાહિદ કપૂર અને તેની ગેન્ગ સ્વિટ્ઝરલેન્ડના રસ્તાઓ સિવાય ત્યાના પહાડોની પણ મજા માણી છે. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે તે યૂરોપ વેકેશનને ખૂબ જ માણી રહ્યા છે.

જણાવીએ કે કુણાલ ખેમૂ છેલ્લે પત્ની સોહા અલી ખાન અને દીકરી ઇનાયા સાથે વેકેશન પર દેખાયા હતા. ચર્ચા છે કે દરમિયાન તે શાહિદ કપૂરને સ્વિટ્ઝરલેન્ડમાં તેમની રોડ ટ્રીપ સાથે જોડાયા હતા.

આ તસવીર શેર કરતાં કુણાલ ખેમૂએ લખ્યું છે કે, વાદળોમાં, કંઇક આવું જ દર્શાવે છે આ તસવીર. બન્ને બાજુ પહાડો વચ્ચે જતાં રસ્તો વાદળાઓથઈ ઘેરાયલો જ લાગે છે.

ઇશાન ખટ્ટર પણ શાહિદ કપૂર સાથે એન્જૉય કરતાં દેખાય છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર યૂરોપની તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ હજી પણ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. ૨૧ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મને હજી પણ લોકો પસંદ કરી રહ્યાં છે. ક્રિટીક્સ દ્વારા આ ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યાં હતાં, પરંતુ દર્શકોને એ ખૂબ જ પસંદ પડી છે. એટલું જ નહીં તેની આ ફિલ્મ ‘કબીર સિંહ’ની સફળતાને જોતાં શાહિદ કપૂરે હવે તેની ફીઝ વધારી દીધી છે એ વાતને તેણે રદિયો આપ્યો છે. એવી ચર્ચા ચાલી રહી છે કે શાહિદ કપૂરે પોતાની ફીઝ વધારતાં ૪૦ કરોડ રૂપિયા કરી દીધી છે.

shahid kapoor ishaan khattar kunal khemu