શાહિદની ‘ફર્ઝી’ આવશે દસ ફેબ્રુઆરીએ

07 January, 2023 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ કપૂર અને વિજય સેતુપતિની ‘ફર્ઝી’ દસ ફેબ્રુઆરીએ સ્ટ્રીમ કરવામાં આવશે.

શાહિદની ‘ફર્ઝી’ આવશે દસ ફેબ્રુઆરીએ

શાહિદ કપૂર અને વિજય સેતુપતિની ‘ફર્ઝી’ દસ ફેબ્રુઆરીએ સ્ટ્રીમ કરવામાં આવશે. આ એક ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ છે જેને રાજ-ડીકે દ્વારા દ્વારા બનાવવામાં આવી છે. એમાં તેમની સાથે કે. કે. મેનન, રાશિ ખન્ના, અમોલ પાલેકર, રેજિના કૅસેન્ડ્રા અને ભુવન અરોરાએ પણ કામ કર્યું છે. આ એક  અન્ડર ડૉગ સ્ટ્રીટ આર્ટિસ્ટની સ્ટોરી છે જે પૈસાદાર લોકોને ફેવર કરતી સિસ્ટમની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. ઉંદર-બિલાડીની આ રેસમાં હારનો ઑપ્શન નથી હોતો. આથી બન્ને પાત્ર ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળશે. તેમ જ સ્ટોરી પણ ખૂબ જ ફાસ્ટ ચાલતી જોવા મળશે.

bollywood news shahid kapoor