‘પઠાન’ માટે લેટર લખીને અસિસ્ટન્ટ ડિરેક્ટરનો આભાર માન્યો શાહરુખે

09 April, 2022 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાને ‘પઠાન’ બનાવવા માટે ફિલ્મના અસિસ્ટન્ટ ડિરેક્ટર અભિષેક અનિલ તિવારીને લેટર લખીને આભાર માન્યો છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાને ‘પઠાન’ બનાવવા માટે ફિલ્મના અસિસ્ટન્ટ ડિરેક્ટર અભિષેક અનિલ તિવારીને લેટર લખીને આભાર માન્યો છે. આ ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં દેખાશે. ૨૦૨૩ની પચીસ જાન્યુઆરીએ આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. એથી તેના ફૅન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. શાહરુખે લખેલો લેટર અસિસ્ટન્ટ ડિરેક્ટર અભિષેક અનિલ તિવારીએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે. એ લેટરમાં લખ્યું છે કે ‘અભિષેક, ‘પઠાન’ બનાવવા માટે આભાર. તમારા સૌની સાથે 
કામ કરવાનો અનુભવ મજેદાર રહ્યો. તું હીરો છે. સખત મહેનત, કુશળતા અને ચહેરા પર સ્માઇલ સાથે તું જે રીતે કામ કરે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. સાથે જ મને એ વાત પણ ગમી કે તને તારાં ડ્રિન્ક્સ પણ ખૂબ પસંદ છે. સિનેમામાં તારું ભવિષ્ય ઉજ્જવળ બને. તમારી બધાની ખૂબ યાદ આવશે.’

bollywood news Shah Rukh Khan