26 June, 2019 01:14 PM IST |
સલમાન ખાન પિતા સલીમ ખાન સાથે
હિન્દી સિનેમાના વેટરન લેખક સલીમ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાને એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સલીમ ખાન એક જૂનુ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સલમાન ખાન અને સિંગર કમાલ ખાન સલીમના સૂરોની મજા માણતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં સલીમ ખાનનો આ અંદાજ તમારૂ મન જીતી લેશે. આ વીડિયો અપલોડ કરતા સલમાન ખાને કેપ્શન આપ્યું હતું જે દર્શાવે છે સલમાન ખાનની લાઈફમાં તેના પિતાનું સ્થાન ક્યાં છે. સલમાન ખાને લખ્યું હતું કે, અમારા પરિવારના ધ સુલ્તાન, ટાઈગર, ભારત ગીત ગાતા. સલીન ખાન આ વીડિયોમાં સલીમ ખાન ગીત ગાઈ રહ્યા છે જે 1949માં રિલીઝ થયેલી ફિલ્મ દુલારીનું છે જેને એ.આર. કરદારે ડિરેક્ટ કર્યું હતું. ફિલ્મમાં મધુબાલા ફિમેલ લીડ રોલમાં હતી, દુલારી એક મ્યૂઝિકલ લવ સ્ટોરી છે અને એ સમયની ફેમસ ફિલ્મોમાંથી એક છે. વીડિયોમાં જે ગીત સલીમ ખાન ગાઈ રહ્યા છે શકી બદાયૂંનીએ લખ્યું છે જ્યારે નૌશાદે સંગીત આપ્યું છે.
આ પણ વાંચો: રણવીર સિંહને અન્ડરડૉગ સ્ટોરીઝ પસંદ છે
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને કેપ્શનમાં જેટલી ફિલ્મોના નામ લખ્યા છે તે ત્રણેય ફિલ્મો અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. ટાઈગર જિંદા હૈ, સુલ્તાન અને ભારત સલમાન ખાનના કરિઅરની સૌથી બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. સલમાન ખાનની ઈદ પર રિલીઝ પર થયેલી ફિલ્મ ભારતે પણ દર્શકોનું ખુબ મનોરંજન કરાવ્યું હતું. ભારતે સિલ્વર સ્ક્રિન પર 200 કરોડ કરતા પણ વધારે કમાણી કરી હતી