28 December, 2023 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલીમ ખાન
અરબાઝ ખાને હાલમાં જ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધાં છે. રવિવારે તેનાં લગ્નમાં તેના પેરન્ટ્સ સલીમ ખાન, સલમા ખાન, હેલન, તેનો દીકરો અરહાન ખાન, સલમાન ખાન અને સોહેલ ખાન હાજર હતાં. અરબાઝનાં લગ્ન વિશે પૂછવામાં આવતાં સલીમ ખાને કહ્યું કે ‘તેમણે લગ્ન કરવાનો વિચાર કર્યો. મારા હિસાબથી આ કોઈ અપરાધ નથી. તેમના માટે મને ખુશી છે અને નવાં દુલ્હા-દુલ્હનને મારા આશીર્વાદ છે. મારું એવું માનવું છે કે એના વિશે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. તે યંગ, એજ્યુકેટેડ અને મૅચ્યોર છે. પોતાના નિર્ણય તે જાતે લઈ શકે છે. તેમને મારી પરવાનગીની જરૂર નથી. જો તે ખુશ હોય તો કોઈ વાંધો નથી. તેણે માત્ર એટલું જણાવ્યું કે તે લગ્ન કરવાનો છે અને મેં તેને કહ્યું કે આ સારી વાત છે. કોઈના જીવનમાં દરમ્યાનગીરી કરવી એ સારું ન કહેવાય નહીં તો સમસ્યા ઊભી થાય છે.’