કોરોનાકાળમાં પોલીસને મદદ કરનાર રોહિત શેટ્ટીને કરવામાં આવ્યો સન્માનિત

01 February, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળમાં પોલીસને મદદ કરનાર રોહિત શેટ્ટીને કરવામાં આવ્યો સન્માનિત

કોરોનાકાળમાં મુંબઈ પોલીસની નિઃસ્વાર્થ ભાવે મદદ કરનાર ફિલ્મમેકર રોહિત શેટ્ટીને સન્માનિત કરવામાં આવ્યો છે. તેને આ સન્માન સકાળ સન્માન અવૉર્ડ સેરેમનીમાં આપવામાં આવ્યું હતું. રોહિત શેટ્ટીએ શહેરની પોલીસને રહેવા માટે 8 હોટેલ ફાળવી આપી હતી સાથે જ સૈફી હૉસ્પિટલનું તેમનું મેડિકલ બિલ પણ ચૂકવ્યું હતું. આ સિવાય તેણે ફ્રન્ટલાઇન વર્કર્સ, ફિલ્મ યુનિયન અને મીડિયા ફ્રીલાન્સ ફોટોગ્રાફર્સને પણ જરૂરી સહાય કરી આપી હતી. ફંક્શનમાં જતાં પહેલાં તે રેડી થઈ રહ્યો છે. એનું શ્રેય પોતાની ટીમને આપતાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિતે કૅપ્શન આપી હતી કે ‘મારી ટીમને મળો, જે મને ઇન્સાન બનાવે છે. એ છે નવીન શેટ્ટી અને આલીમ હકીમ. મારા શહેરની સેવા કરવી અને મુંબઈ પોલીસ જે આપણી રક્ષા કરે છે તેમની પડખે ઊભા રહેવું એ મારા માટે સન્માનની વાત છે. મને નવાજવા માટે થૅન્ક યુ સકાળ સન્માન 2021.’

entertainment news bollywood bollywood news rohit shetty