૧.૪૦ કરોડની ઇલેક્ટ્રિક કાર ખરીદી રિતેશ દેશમુખે

03 September, 2022 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખે હાલમાં જ એક નવી લક્ઝુરિયસ કાર ખરીદી છે.

૧.૪૦ કરોડની ઇલેક્ટ્રિક કાર ખરીદી રિતેશ દેશમુખે

રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખે હાલમાં જ એક નવી લક્ઝુરિયસ કાર ખરીદી છે. આ કાર બીએમડબ્લ્યુની ઇલેક્ટ્રિક કાર છે જેની કિંમત અંદાજે ૧.૪૦ કરોડ રૂપિયા છે. તેમણે આ કાર ગણેશચતુર્થીના દિવસે ખરીદી હતી. આ કાર સિંગલ ચાર્જમાં ૪૨૫ કિલોમીટર ચાલે છે અને એ 325 હૉર્સપાવર આપે છે. ઝીરોથી સોની સ્પીડ પર જતાં આ કારને ફક્ત ૬.૧ સેકન્ડ લાગે છે. આ પહેલાં રિતેશે ૨૦૧૭માં ટેસ્લા મૉડલ એક્સ ઇલેક્ટ્રિક કાર પણ ખરીદી હતી. બુધવારે રિતેશ અને જેનિલિયા તેમનાં બાળકો સાથે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે આ કારમાં જ આવ્યાં હતાં.

bollywood news riteish deshmukh genelia dsouza