રિદ્ધિ અને મોનિકા ડોગરાએ શૂટ કરવા તૈયારી દેખાડી હતી : સાહિર રઝા

25 February, 2021 12:57 PM IST  |  Mumbai | Mumbai Correspondent

રિદ્ધિ અને મોનિકા ડોગરાએ શૂટ કરવા તૈયારી દેખાડી હતી : સાહિર રઝા

રિદ્ધિ અને મોનિકા ડોગરાએ શૂટ કરવા તૈયારી દેખાડી હતી : સાહિર રઝા

‘ધ મૅરિડ વુમન’ના ડિરેક્ટર સાહિર રઝાનું કહેવું છે કે મોનિકા ડોગરા અને રિદ્ધિ ડોગરાએ ઓછામાં ઓછા લોકો વચ્ચે કિસિંગ દૃશ્ય શૂટ કરવા માટે તૈયારી દેખાડી હતી. આઠ માર્ચે ALTBalaji અને Zee5 પર આવી રિલીઝ થઈ રહેલા વેબ-શો ‘ધ મૅરિડ વુમન’માં તેમની વચ્ચે એક કિસિંગ દૃશ્ય છે. આ શોને મહિલાઓ અને તેમની પસંદગીની આસપાસ બનાવવામાં આવ્યો છે. શોની ડિમાન્ડને કારણે એમાં કિસિંગ દૃશ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં ડિરેક્ટર સાહિર રઝાએ કહ્યું હતું કે ‘અમે રિદ્ધિ અને મોનિકા સાથે વર્કશૉપ કરી હતી અને એમાં કેટલાંક દૃશ્યોને લઈને તેમની સાથે ખૂલીને અને સીધી વાત કરી હતી જેમાં કિસિંગ સીનનો પણ સમાવેશ થાય છે. અમે ક્રૂની સાથે મળીને તેમને આ દૃશ્ય વિશે જણાવ્યું હતું કે અમે એને એકદમ સરળતાથી શૂટ કરવા માગીએ છીએ અને એ માટે તેમની પાસે સજેશન પણ માગ્યાં હતાં. બન્ને ઍક્ટ્રેસ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે તેઓ એકદમ નાનકડા યુનિટની વચ્ચે આ દૃશ્યને શૂટ કરવા તૈયાર છે. અમે તેમની સાથે ક્રીએટિવ બાબતને લઈને પણ ચર્ચા કરી હતી અને તેમણે કોઈ વિરોધ નહોતો નોંધાવ્યો. તેમને એ વાતની સમજ હતી કે તેઓ જે પાત્ર ભજવી રહી છે એ માટે આ દૃશ્ય જરૂરી છે અને એ માટે તેઓ માનસિક રીતે તૈયાર પણ હતી. અમે આ દૃશ્યને ખૂબ જ સરળતાથી શૂટ કરીએ એ વાતની તેમણે ખૂબ જ તકેદારી રાખી હતી. તેઓ ખૂબ જ ટૅલન્ટેડ અને પ્રોફેશનલ ઍક્ટર્સ છે.’

bollywood events bollywood news bollywood