Indira Gandhi બનશે રવીના ટંડન, ફિલ્મ KGF 2ને લઈને આવ્યા મોટા સમાચાર

28 May, 2019 02:16 PM IST  | 

Indira Gandhi બનશે રવીના ટંડન, ફિલ્મ KGF 2ને લઈને આવ્યા મોટા સમાચાર

રવીના ટંડન

ફિલ્મ કેજીએફ (KGF)ના ચેપ્ટર 1ના સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ભાગની સફળતા બાદ મેકર્સ KGF 2ની પ્લાનિંગ કરી રહ્યા છે. રવીના ટંડન (Raveena Tandon) ફિલ્મ કોલાર ગોલ્ડ ફીલ્ડ એટલે KGFના બની રહેલા આગલા ભાગમાં એક મહત્વ ભૂમિકામાં નજર આવશે. રવીનાનું પાત્ર કેવું રહેશે એના વિશે હાલ કોઈ સમાચાર સામે નથી આવ્યા.

ખરેખર, જાણકારી મુજબ રવીના ટંડન ફિલ્મમાં ભારતની ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જણાઈ રહ્યું છે કે રવીનાનું આ પાત્ર મહત્વનું છે. આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ચૂકી છે અને આ પીરિયડ ડ્રામાને પ્રશાંત નીલ ડિરેક્ટ કરી રહ્યા છે. રવીનાએએની પહેલા કન્નડ ફિલ્મ ઉપેન્દ્રમાં કામ કર્યું હતું. રવીનાના પતિ અનિલ થડાની આ ફિલ્મના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રીબ્યૂટર છે. એટલું જ નહીં. બીજા ભાગમાં સંજય દત્ત પણ એક મહત્વની ભૂમિકામાં નજર આવશે. મહત્વનું છે કે કેજીએફ બે ભાગમાં બનાવવામાં આવી છે અને એનો બીજો ભાગ પણ જલદી આવવાનો છે, જેનું નિર્દેશન પ્રશાંત નીલે જ કર્યું છે. આ ફિલ્મના અભિનેતા યશ મુખ્ય ભૂમિકામાં છે.

કેજીએફને એટલે પણ પસંદ કરવામાં આવી છે કારણકે એમાં ન ફક્ત જોરદાર અભિનય હતું પરંતુ ધમાકેદાર એક્શન પણ હતી. એ સિવાય આ ફિલ્મ પર નિર્માતા નિર્દેશકોને એટલો વિશ્વાસ હતો કે એમણે પાંચ ભાષાઓમાં રિલીઝ કરી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણી કમાણી પણ કરી.

આ પણ વાંચો : કંગના સાથે પંગો લેવા જઈ રહ્યા છે વરૂણ ધવન

તમને જણાવી દઈએ કે કેજીએફને હિન્દી ઑડિયન્સનો ઘણો પ્રેમ મળ્યો હતો. ફિલ્મ કેજીએફ શાહરૂખ ખાન (Shah Rukh Khan), અનુષ્કા શર્મા (Anushka Sharma) અને કેટરિના કૈફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ઝીરોની સાથે સિનેમાઘરોમાં ઉતરી હતી. તે ઉપરાંત ફિલ્મને સારો રિસપોન્સ મળ્યો હતો.

raveena tandon indira gandhi bollywood news