24 February, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન
ઍક્ટ્રેસ રવીના ટંડને અનિલ થડાણી સાથેનાં તેનાં લગ્નની વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરી હતી. આ દંપતી એક સામૂહિક લગ્નસમારોહમાં સામેલ થયું હતું અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે રવીના ટંડને પોતાની સોનાની બંગડીઓ એક દુલ્હા અને દુલ્હનને ગિફ્ટમાં આપી દીધી હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.