રોહિત શેટ્ટી સાથે સર્કસ કરતો દેખાશે રણવીર સિંહ

20 October, 2020 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શેટ્ટી સાથે સર્કસ કરતો દેખાશે રણવીર સિંહ

તસવીરમાં: રોહિત શેટ્ટી સાથે રણવીર સિંહ અને અન્યો

રોહિત શેટ્ટી અને રણવીર સિંહ ફરીથી લોકોને મનોરંજન પૂરું પાડવા માટે ‘સર્કસ’ લઈને આવવાના છે. આ ફિલ્મ વિલિયમ શેક્સપિયરના ક્લાસિક પ્લે ‘ધ કૉમેડી ઑફ એર્રસ’ પર આધારિત રહેવાની છે. જોકે એવી પણ ચર્ચા છે કે એ ‘અંગૂર’ની રીમેક છે. સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે બે જુડવા ભાઈ જન્મ બાદ અજાણતાં જ જુદા પડી જાય છે. ફિલ્મમાં રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળવાનો છે. તેની સાથે ઍક્ટર્સની પૂરી ફોજ જોવા મળવાની છે. ફિલ્મમાં પૂજા હેગડે, જૅકલિન ફર્નાન્ડિસ, વરુણ શર્મા, જૉની લિવર, સંજય મિશ્રા, વ્રજેશ હીરજી, વિજય પાટકર, સુલભા આર્ય, મુકેશ તિવારી, અનિલ ચરણજિત, અશ્વિની કાળસેકર અને મુરલી શર્મા પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી મુંબઈ, ઊટી અને ગોવામાં કરવામાં આવશે. 2021માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. રણવીર સિંહે રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કર્યું હતું. ‘સૂર્યવંશી’માં તે સ્પેશ્યલ અપિરન્સ આપવાનો છે. આ ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે રોહિત એને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યુસ કરશે.

entertainment news bollywood bollywood news upcoming movie rohit shetty ranveer singh