Ram Mandir Bhoomi Pujan: સેલેબ્ઝ રામ ભક્તિમાં થયા મગ્ન

05 August, 2020 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ram Mandir Bhoomi Pujan: સેલેબ્ઝ રામ ભક્તિમાં થયા મગ્ન

આજે સમગ્ર દેશે જય શ્રી રામના નારા લગાવ્યા હતાં

આજે એટલે કે પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભૂમિપૂજન થવાથી દરેક ભારતવાસી બહુ જ ખુશ છે. સોશ્યલ મીડિયા પર જય શ્રી રામના નારા ગુંજી રહ્યાં છે. આ ઐતિહાસિક ઘટના અંગે સેલેબ્ઝ પણ તેમની ખુશીઓ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યાં છે. લતા મંગેશકર, અનુપમ ખેર, રિતેશ દેશમુખ, રામાયણ સિરિયલની સ્ટારકાસ્ટ, મહાભારત સિરિયલની સ્ટરકાસ્ટ સહિત ઘણા સેલેબ્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

લતા મંગેશકરે ટ્વીટ કર્યું છે કે, 'નમસ્કાર. ઘણા રાજાઓ, ઘણી પેઢીઓ અને સમગ્ર વિશ્વના રામ ભક્તોનું સદીઓથી અધુરું સપનું આજે સાકાર થતું દેખાઈ રહ્યું છે. ઘણા વર્ષોના વનવાસ પછી આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે, શિલાન્યાસ થઇ રહ્યો છે. આનો મોટો શ્રેય લાલકૃષ્ણ અડવાણીને જાય છે કારણકે તેમણે આ મુદ્દે રથ યાત્રા કાઢીને સમગ્ર ભારતમાં જનજાગૃતિ લાવી હતી. ઉપરાંત શ્રેય બાળાસાહેબ ઠાકરેને પણ જાય છે. આજે હું, મારો પરિવાર અને આખું જગત ઘણા ખુશ છે જાણે આજે દરેક કહી રહ્યા હોય જય શ્રી રામ.' તેમણે નરેન્દ્ર મોદી સહિત ત્યાં કાર્યક્રમમાં હાજર અન્ય રાજકારણીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અનુપમ ખેરે રામ જન્મભૂમિ પૂજનની શુભેચ્છાઓ આપી હતી.

રિતેશ દેશમુખે જય શ્રી રામના નારા લગાવ્યા હતાં.

સ્મૃતિ ઈરાનીએ પણ જય શ્રી રામ કહ્યું હતું.

કંગના રનોટની ટીમે કહ્યું હતું કે, પ્યાર, વિશ્વાસ અને આસ્થાની યાત્રા છે આ.

પરેશ રાવલે વડાપ્રધાન અયોધ્યા જવા રવાના થયા તે તસવીર શૅર કરીને જય હો લખ્યું હતું.

શત્રુઘ્ન સિંહાએ વધામણા આપ્યા હતાં.

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલે લખ્યું હતું કે, આજનો દિવસ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે.

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં સીતાની ભૂમિકા ભજવનારા દીપિકા ચિખલીયાએ લખ્યું હતું કે, જ્યોત સે જ્યોત જલાતે રહો, રામ કા નામ જપતે રહો.

બી.આર.ચોપરાની મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા નિતિશ ભારદ્વાજએ કહ્યું હતું કે, આજથી નવા યુગની શરૂઆત થઈ છે.

અશોક પંડિતે ભૂમિ પૂજનની શુભેચ્છાઓ આપી હતી.

સુભાષ ઘાઈએ રામ ભગવાનનો અર્થ સમજાવ્યો હતો.

વિવેક અગ્નિહોત્રીએ પણ કહ્યું હતું કે એક નવી સવાર છે.

વિંદુ દારા સિંહે લખ્યું હતું કે, આજે બધા દીપ પ્રજ્વલિત કરો અને ભગવાન રામને પ્રાર્થના કરો કે રામ રાજ્ય પાછું આવે.

શેખર કપૂરે રામ મંદિરનો ફોટો શૅર કર્યો હતો.

આજે રામ જન્મભૂમિનું પુજન થવાથી સમગ્ર દેશ બહુ જ ખુશ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips twitter instagram ayodhya lata mangeshkar anupam kher abhishek kapoor paresh rawal vindu dara singh kangana ranaut subhash ghai vivek agnihotri ashoke pandit ramayan mahabharat shatrughan sinha riteish deshmukh