જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલે લૉન્ચ કરી પોતાની યુટ્યુબ ચૅનલ

01 March, 2026 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા પછી રાજપાલ યાદવે પોતાની યુટ્યુબ ચૅનલ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.

રાજપાલ યાદવ

જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા પછી રાજપાલ યાદવે પોતાની યુટ્યુબ ચૅનલ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરીને આ નવા અધ્યાય માટે ચાહકોના આશીર્વાદ માગ્યા છે. પોતાના વિડિયો-સંદેશામાં રાજપાલ યાદવે કહ્યું, ‘હેલો મિત્રો, હું તમારો રાજપાલ છું અને મને ખૂબ આનંદ છે કે હું લાંબા સમયથી જે નવા અધ્યાયની તૈયારી કરી રહ્યો હતો એ ક્ષણ આવી ગઈ છે. મને તમારા આશીર્વાદની જરૂર છે. મારી યુટ્યુબ ચૅનલ આજથી શરૂ થઈ રહી છે અને એનું નામ છે ‘રાજપાલ નૌરંગ યાદવ’.

આ પ્લૅટફૉર્મ વિશે વાત કરતાં રાજપાલે જણાવ્યું હતું કે ‘આ ચૅનલનો મુખ્ય હેતુ બાળકો, યુવાનો અને વૃદ્ધોને સમાન મનોરંજન મળે એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે સ્વસ્થ જીવન માટે મનોરંજન પણ જરૂરી છે. આ ચૅનલ તમારી છે, એનો આનંદ લો, વધુમાં વધુ શૅર કરો અને સબસ્ક્રાઇબ કરો.’

rajpal yadav bollywood buzz bollywood gossips bollywood entertainment news youtube