26 April, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજા શિવાજી
રિતેશ દેશમુખની આગામી ફિલ્મ ‘રાજા શિવાજી’ ૧ મેના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ મરાઠીની સાથે-સાથે હિન્દી અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું દિગ્દર્શન પણ રિતેશ દેશમુખે જ કર્યું છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મની સર્ટિફિકેશન પ્રક્રિયા ૨૪ એપ્રિલે પૂર્ણ થઈ હતી અને સેન્સર બોર્ડે ફિલ્મને U/A ૧૬+ સર્ટિફિકેટ આપ્યું છે. રિપોર્ટ મુજબ સર્ટિફિકેટ પર ફિલ્મનો રનટાઇમ ૧૯૫.૦૫ મિનિટ દર્શાવવામાં આવ્યો છે એટલે કે ફિલ્મ કુલ ૩ કલાક ૧૫ મિનિટ અને પાંચ સેકન્ડ લાંબી છે.