20 February, 2022 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહત ફતેહ અલી ખાન
પાકિસ્તાની મૂળના ગાયક રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali khan)કોરોના (Coronavirus)થી સંક્રમિત થયા છે. સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ તેમના તમામ કાર્યક્રમો 15 માર્ચ સુધી ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બૉલિવૂડ સિંગર સોનુ નિગમ, અભિનેત્રી મલાઈકા અરોરા, કરીના કપૂર, એકતા કપૂર સહિત જેવા કેટલાય સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. આ દરમિયાન 1635 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં શનિવારે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. શુક્રવારે રાજ્યમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 2068 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 143,576 દર્દીઓના મોત થયા છે.