હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

14 February, 2021 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તે ક્યારેય હૃતિક રોશનનો આભાર સારી રીતે નથી માની શકી. પ્રિયંકા માટે તેના પપ્પા સ્વર્ગીય ડૉક્ટર અશોક ચોપડા ખૂબ મોટી સપોર્ટ-સિસ્ટમ હતા. આજે તે જેકાંઈ છે એ તેના પપ્પાના સપોર્ટને કારણે છે. જોકે તેના પપ્પા જ્યારે બીમાર પડ્યા હતા ત્યારે તેના કો-સ્ટાર હૃતિક રોશન તેની મદદે આવ્યો હતો. પ્રિયંકાના પપ્પાને જ્યારે કૅન્સર થયું હતું ત્યારે તેમને વિદેશ મોકલવા માટે હૃતિક રોશને ઇમર્જન્સી ફ્લાઇટની સુવિધા કરી આપી હતી. આ વિશે પોતાની ઑટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’માં આ વિશે લખતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હૃતિક હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સફળ ઍક્ટર છે અને તેણે ઍર ઇન્ડિયામાં તેના કનેક્શનનો ઉપયોગ કરીને મારા પપ્પા માટે તરત લંડનની ફ્લાઇટ અરેન્જ કરી આપી હતી. હૃતિક અને તેના પપ્પા રાકેશ સર તેમ જ બોસ્ટનમાં રહેતી અમારી ફૅમિલી જેવા લોકો જો અમારી સાથે ન હોત તો મને નહોતું લાગતું કે મારા પપ્પા એમાંથી બહાર આવી શક્યા હોત. તેમણે જે રીતે અમારી મદદ કરી છે એ જોઈને હું તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.’

entertainment news bollywood bollywood news priyanka chopra hrithik rosha