રિતેશ બત્રાની 'ફોટોગ્રાફ' 8 માર્ચે થશે રિલીઝ

02 March, 2020 06:26 PM IST  | 

રિતેશ બત્રાની 'ફોટોગ્રાફ' 8 માર્ચે થશે રિલીઝ

ફોટોગ્રાફ

એવોર્ડ વિનર ડિરેક્ટર રિતેશ બત્રા ફિલ્મને કમર્શિયલ રિલીઝ પહેલાં ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરી રહ્યાં છે. આ ફિલ્મનો વર્લ્ડ પ્રિમીયર સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 23 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી યોજાવા જઈ રહ્યો છે. તો બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ 7થી 17 ફેબ્રુઆરી સુધી છે, જેમાં ફિલ્મનો પ્રીમિયર યોજાશે.

આ પણ વાંચો : ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાનમાં પણ થશે રિલીઝ

ખૂબ ચર્ચાયેલી ફિલ્મ 'લંચ બૉક્સ' પછી, રિતેશ બત્રા મુંબઈમાં ધારાવીમાં બનેલી ફિલ્મ 'ફોટોગ્રાફ' રજૂ કરવા માટે તૈયાર છે. દિગ્દર્શક રિતેશ બત્રા આ ફિલ્મ દ્વારા પ્રતિભાશાળી નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બીજી વાર કામ કરી રહ્યા છે. જ્યારે સાન્યા મલ્હોત્રા સાથે તેમની આ પહેલી ફિલ્મ છે. સાન્યા મલ્હોત્રા જે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'બધાઈ હો'ની સફળતાનો આનંદ માણી રહી છે.

nawazuddin siddiqui sanya malhotra bollywood bollywood news bollywood events