ફરહાન અખ્તરે મતદાનના અઠવાડિયા પછી કરી વોટ અપીલ, લોકોએ કર્યો ટ્રોલ

19 May, 2019 03:23 PM IST  | 

ફરહાન અખ્તરે મતદાનના અઠવાડિયા પછી કરી વોટ અપીલ, લોકોએ કર્યો ટ્રોલ

મતદાનના એક અઠવાડિયા પછી વોટ અપીલને લઈને ટ્રોલ

દેશમાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલું છે. મતદાનનને લઈને આ વખતે એક્ટર્સ પણ ઘણા એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ફરહાન અખ્તરે કરેલી એક પોસ્ટના કારણે તે ટ્રોલ થઈ રહ્યા છે. ફરહાન અખ્તરે ભોપાલના લોકોને વોટ કરવા અપીલ કરી હતી જો કે ભોપલમાં મતદાન એક અઠવાડિયા પહેલા 12મેના રોજ થઈ ચૂક્યું છે. ફરહાન અખ્તરે 19મેના રવિવારે સવારે 8 વાગ્યાને 41 મિનિટ મતદાનની અપીલ કરતી પોસ્ટ શૅર કરી હતી.

લાગી રહ્યું છે કે ફરહાન અખ્તરને ખ્યાલ નથી કે મતદાન 19મેના નહી 12મેના થઈ ગયું હતું. ફરહાન અખ્તરના ટ્વિટ પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરુ કર્યું છે. ફરહાને તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ભોપાલના પ્રિય મતદાતાઓ તમારા શહેરને ત્રાસથી બચાવવા માટે આ સારો મોકો છે. સાથે #SayNoToPragya #SayNoToGodse #RememberTheMahatma #ChooseLoveNotHate જેવા ટેગ પણ મુક્યા હતાં.

આ પણ વાંચો: નેહલ ચુડાસમાઃ આ ગુજરાતી છોકરીએ આ રીતે ઉતાર્યું વજન

તેમના ટ્વિટર પર લોકોએ કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, 'મિસ્ટર અખ્તર ભોપાલમાં ચૂંટણી 12મેના થઈ ચૂકી છે તમારી એડવાઈસ થોડી મોડી પડી.' ઉલ્લેખનીય છે કે આજે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પુરૂ થઈ જશે અને 23 મેના મતગણતરી કરવામાં આવશે અને દેશના ભાવિ વડાપ્રધાન નક્કી થશે

bollywood gossips farhan akhtar