દૂર રહીને પ્રિયંકાને બહુ મિસ કરે છે નિક, આવી રીતે વ્યક્ત કરે છે પ્રેમ

22 September, 2019 01:06 PM IST  |  મુંબઈ

દૂર રહીને પ્રિયંકાને બહુ મિસ કરે છે નિક, આવી રીતે વ્યક્ત કરે છે પ્રેમ

દૂર રહીને પ્રિયંકાને બહુ જ મિસ કરે છે નિક જોનાસ

માત્ર બોલીવુડના જ નહીં હોલીવુડના પણ પાવર કપલમાંથી એક પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એક છે. બંનેના પ્રેમની ચર્ચાઓ ચારેતરફ છે. તેમની બોન્ડિંગ અને કેમેસ્ટ્રી ચાહકોને કપલ ગોલ્સ આપે છે. તેમની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.


નિક અને પ્રિયંકા એક બીજાથી દૂર થયા બાદ પણ હંમેશા એકબીજાને મિસ કરે છે અને એકબીજા સાથે જોડાયેલા રહે છે. અને તેનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નિક જોનાસનો એક વીડિયો છે જેમાં તેઓ પ્રિયંકા સાથે વીડિયો કૉલ પર વાત કરતા જોવા મળી રહ્યા છે.


પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી મિલાનમાં હતી. જે બાદ તે પોતાની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના પ્રમોશન માટે ભારત આવી ગઈ. પરંતુ એક બીજાથી દૂર થયા પણ બંને વીડિયો કોલના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા રહે છે.

આ પણ જુઓઃ હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો

નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાના વીડિયો કૉલની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને વચ્ચેનો પ્રેમ જગ જાહેર છે અને લોકો તેમની બોન્ડિંગની સરાહના કરી રહ્યા છે.

priyanka chopra Nick Jonas