વર્ષો પછી રોમાન્સ કરતાં દેખાશે અક્ષય અને કૅટરીના, સૂર્યવંશીનું ગીત રિલીઝ

27 October, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગીતમાં અક્ષય કુમાર અને કેટરીનાની જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ રોમાન્ટિક સોન્ગના જુદી જુદી લોકેશન્સ પર ફિલ્માવવામાં આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કેટરીના કૅફની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ સૂર્યવંશી ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આ દરમિયાન હવે બુધવારે ફિલ્મનું રોમાન્ટિક ગીત મેરે યારા રિલીઝ થઈ ચૂક્યું છે. ગીતમાં અક્ષય કુમાર અને કેટરીનાની જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ રોમાન્ટિક સોન્ગના જુદી જુદી લોકેશન્સ પર ફિલ્માવવામાં આવી છે.

સૉન્ગમાં અભિનેતા હેપ્પી ફેમિલી લાઇફ પસાર કરતો જોવા મળે છે. ફિલ્મ સૂર્યવંશીના આ રોમાન્ટિક ગીતને નીતિ મોહન અને અરિજીત સિંહે પોતાનો શાનદાર અવાજ આપ્યો છે અને સચિન-જિગરે કમ્પોઝ કર્યું છે. ગીત રશ્મિ વિરાગે લખ્યું છે. આ ગીતને ટી-સીરિઝના ઑફિશિયલ યૂટ્યૂબ ચેનલ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા ફિલ્મનું ગીત આઇલા રે આઇલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો ગીતના લિરિક્સ પર વીડિયો ક્લિપ્સ બનાવીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે.

તાજેતરમાં જ કેટરીના કૅફે પ્રમોશનના પહેલા દિવસનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે જણાવી રહી છે કે રોહિત અને અક્ષય કુમાર ફિલ્મના પ્રમોશનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કહી શકાય કે બન્ને આ પહેલા આટલા ખુશ ક્યારેય જોવા મળ્યા નથી. અને વીડિયોના અંતમાં તે પોતાના ફોનનો કેમેરા બન્ને તરફ ફેરવે છે જેમાં અક્ષય રોહિત શેટ્ટીના ખોળમાં માથું રાખીને લોટપોટ થતો દેખાયો. સાથે તેને વીડિયો શૂટ કરવા માટે પણ ના પાડી રહ્યા છે.

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી મોસ્ટ અવેઇટેડ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૅફ મુખ્ય પાત્ર ભજવી રહ્યાં છે. ફિલ્મમાં એક પોલીસ ઑફિસર તરીકે દેખાશે. ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ કેમિયો કરતા જોવા મળશે.

જણાવવાનું કે પહેલા ફિલ્મ 24 માર્ચ 2020ના રોજ રિલીઝ થવાની હતી. પણ કોવિડને કારણે સિનેમાઘરોને અસ્થાઇ રૂપે બંધ કરી દેવામાં આવ્યા હોવાથી, ફિલ્મની રિલીઝ ડેટ ઘણીવાર પોસ્ટપોન કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

bollywood news bollywood gossips bollywood katrina kaif akshay kumar sooryavanshi