આખરે ડિવોર્સ પર બોલી Malaika Arora, કહ્યું અરબાઝે મને પ્રપોઝ...

06 December, 2022 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેણીએ કહ્યું કે આ વાત ભાગ્યે જ લોકો જાણે છે પરંતુ અરબાઝે તેને પ્રપોઝ ન કર્યું પરંતુ તેણે અરબાઝને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.

મલાઈકા અરોરા

બૉલિવૂડની સૌથી ગ્લેમરસ અને ફેમસ સેલેબ્સમાંની એક મલાઈકા અરોરા( Malaika Arora)નો રિયાલિટી શો આખરે શરૂ થઈ ગયો છે. ચાહકો ઘણા દિવસોથી આ શોની રાહ જોઈ રહ્યા હતા. આ શોનું નામ `મુવિંગ ઇન વિથ મલાઈકા` (Moving in with Malaika)છે. પોતાના અંગત જીવનને ખાનગી રાખતી મલાઈકા અરોરા આ શો દ્વારા ચાહકોને તેના જીવનની ઝલક આપી રહી છે. શોના પહેલા એપિસોડમાં મલાઈકાએ પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો હતો.

તેના શો `મૂવિંગ ઇન વિથ મલાઈકા`માં મલાઈકા અરોરા (Malaika Arora)એ તેના પૂર્વ પતિ અરબાઝ ખાન (Arbaaz khan)સાથેના લગ્ન વિશે વાત કરી હતી.તેણે કહ્યું કે આ વાત ભાગ્યે જ લોકો જાણે છે પરંતુ અરબાઝે તેને પ્રપોઝ ન કર્યું પરંતુ તેણે અરબાઝને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.મલાઈકાએ કહ્યું કે તેણે આવું કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે તે પોતાનું ઘર છોડવા માંગતી હતી.તે કહે છે કે મેં તેને કહ્યું, `મારે તારી સાથે લગ્ન કરવા છે, શું તું તૈયાર છે?` અરબાઝે આ તરફ ફરીને ખૂબ જ પ્રેમથી કહ્યું, `તમે માત્ર દિવસ અને સ્થળ પસંદ કરો`.

આ પણ વાંચો:અર્જુન કપૂરનો ગુસ્સો હજી પણ શાંત નથી થયો

અરબાઝ ખાનના વખાણ કરતા મલાઈકા અરોરાએ કહ્યું, `તે એક અદ્ભુત વ્યક્તિ છે. તેણે મને કામ કરવા દીધું.તેણે મને મારી ઈચ્છા મુજબ જીવવા દીધી. હું આજે જે છું તે છું કારણ કે તેણે મને મારું જીવન હું ઈચ્છું છું તે રીતે જીવવા દીધું.બસ પછીથી અમે એકબીજાથી દૂર થઈ ગયા. મને લાગે છે કે હું સમય જતા બદલાઈ ગઈ. મને જીવનમાં અલગ વસ્તુઓ જોઈતી હતી. મારી આસપાસની કેટલીક વસ્તુઓ મને ખલતી હતી અને મને સમજાયું કે મારે આગળ વધવું છે. મને લાગ્યું કે આવું કરવાનો માત્ર એક જ રસ્તો છે કે કેટલાક સંબંધોને પાછળ છોડી દેવા.

આ પણ વાંચો:Hansika Motwaniએ સોહેલ કથુરિયા સાથે પ્રભુતામાં પગલા માંડ્યા, જુઓ તસવીર

તેણીએ આગળ કહ્યું કે, `હવે મને લાગે છે કે આજે અમે બંને પહેલા કરતા વધુ સારા માણસ બની ગયા છીએ.અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આદર કરીએ છીએ કારણ કે અમે હવે અલગ લોકો છીએ. અમારું એક બાળક છે. તેથી આ વસ્તુ ક્યારેય બદલાશે નહીં. પરંતુ મને નથી લાગતું કે અમે સાથે આવી રીતે રહી શક્યા હોત.સંબંધના અંત સુધીમાં અમે ખૂબ જ ચીડિયા બની ગયા હતા. અમે ખૂબ ગુસ્સો કરતા અને નકારાત્મક લોકો બની ગયા હતા.`દબંગ` સુધી અમારી વચ્ચે બધું બરાબર હતું. તે પછી વસ્તુઓ બદલાઈ ગઈ હતી.

bollywood news malaika arora arbaaz khan