માર્વલ સિરીઝમાં હવે જોવા નહીં મળે સ્પાઇડર-મૅન

22 August, 2019 11:54 AM IST  |  લૉસ ઍન્જલસ

માર્વલ સિરીઝમાં હવે જોવા નહીં મળે સ્પાઇડર-મૅન

સ્પાઇડર-મૅન

માર્વલ સિનેમૅટિક યુનિર્વસમાં હવે ‘સ્પાઇડર-મૅન’ જોવા નહીં મળે. ‘અવેન્જર્સ’ સિરીઝની ફિલ્મોમાં સ્પાઇડર-મૅન ખૂબ જ અગત્યનો પાર્ટ ભજવ્યો હતો. સૌથી પહેલાં ૨૦૧૭માં ‘સ્પાઇડર-મૅન : હોમ કમિંગ’ અને ૨૦૧૯માં ‘સ્પાઇડર-મૅન : ફાર ફ્રોમ હૉમ’ આવી હતી. સ્પાઇડર-મૅન તરીકે ટોમ હૉલેન્ડે ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેણે ‘અવૅન્જર્સ’ સિરીઝની ફિલ્મમાં પણ તે મહત્ત્વનો રહ્યો છે. આર્યન મૅનના મૃત્યુ બાદ તેની જગ્યા માર્વલમાં સ્પાઇડર-મૅન લેશે એવી ચર્ચા હતી. જોકે હવે તે આ સિરીઝની ભવિષ્યની ફિલ્મમાં જ જોવા નહીં મળે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત લોકો માટે દાન કર્યું લતા મંગેશકર અને આમિર ખાને

સોની પિક્ચર્સ અને ડિઝની પિક્ચર્સ વચ્ચે મતભેદ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોનીએ તેના ટ્વિટર પર આ માહિતી જણા‌વી હતી. જોકે તેમની વચ્ચેના મતભેદનો અંત આવે અને નવેસરથી કોઈ ડીલ કરવામાં આવે તો જ આ શક્ય છે.

marvel spider-man hollywood news