15 January, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાઇકી લાઇકાનું પોસ્ટર
રવીના ટંડનની દીકરી રાશા થડાની હવે ફિલ્મ ‘લાઇકી લાઇકા’માં જોવા મળશે. એમાં તેની સાથે હૉરર થ્રિલર ‘મુંજ્યા’નો ઍક્ટર અભય વર્મા લીડ રોલમાં છે. હાલમાં ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું છે જે સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. પોસ્ટરમાં બન્ને કલાકારોનાં લોહીથી ભીંજાયેલાં જૂતાં દેખાય છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની કહાણી પ્રેમ અને હિંસાના ટકરાવ પર આધારિત હશે.
રાશાએ પણ સોશ્યલ મીડિયા પોસ્ટર શૅર કરતાં લખ્યું છે, ‘પ્રેમ હાંસલ કરો!’ પોસ્ટર પ્રમાણે આ ફિલ્મ આ વર્ષે સમરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.