મીમીનું ૪૦ ટકા શૂટિંગ પૂરુ થતાં વેકેશન માણી રહી છે ક્રિતી સૅનન

22 December, 2019 11:16 AM IST  |  Mumbai

મીમીનું ૪૦ ટકા શૂટિંગ પૂરુ થતાં વેકેશન માણી રહી છે ક્રિતી સૅનન

ક્રિતી સૅનન

‘મીમી’નું ૪૦ ટકા શૂટિંગ ક્રિતી સૅનને પૂરુ કર્યું હોવાથી તે હાલમાં વેકેશનના મોડમાં છે. આ ફિલ્મમાં તે સરોગેટ મધરનાં રોલમાં જોવા મળશે. ‘લુકા છુપી’નાં ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ૨૦૧૧માં આવેલી મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાયચય’ની આ હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને સઇ તમ્હણકર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો : મારો ઉછેર જે દેશમાં થયો હતો એ આ ઇન્ડિયા નથી : વિશાલ ભારદ્વાજ

ફિલ્મની માહિતી આપતાં ક્રિતી સૅનને કહ્યું હતું કે ‘હું વર્તમાનમાં ‘મીમી’નું શૂટિંગ કરી રહી છું. અમે પહેલા શેડ્યુલનું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. લગભગ ૪૦ ટકા શૂટિંગ પૂરુ કર્યું છે. અમે રાજસ્થાનનાં માંડવામાં શૂટિંગ કર્યું હતું. હવે બીજુ શેડ્યુલ અમે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનાં છીએ. એથી હું હંમણાં વેકેશન પર છું. આ વર્ષે મારી ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી. આખા વર્ષ દરમ્યાન હું ખૂબ બિઝી રહી હતી. એથી કામમાંથી થોડી નવરાશ મેળવીને હાલમાં હું મારી ફૅમિલી અને ફ્રેન્ડસ સાથે સમય પસાર કરી રહી છું.’

kriti sanon bollywood news entertaintment