14 ફેરે માટે કોવિડ-ટેસ્ટ કરાવી ક્રિતી ખરબંદાએ

02 December, 2020 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

14 ફેરે માટે કોવિડ-ટેસ્ટ કરાવી ક્રિતી ખરબંદાએ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ક્રિતી ખરબંદાએ હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘14 ફેરે’ના શૂટિંગ માટે કોવિડ-ટેસ્ટ કરાવી છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાન્ત મેસી છે. તેણે આ ટેસ્ટનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો. આ વિડિયો શૅર કરતાં ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘કારણ કે... સેફ્ટી પહેલાં આવે છે. આપણી આસપાસના લોકોને સુરક્ષિત રાખવા માટે આપણે પોતાને સૌથી પહેલાં સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી છે. ‘14 ફેરે’ના શૂટિંગની શરૂઆત પહેલાં રેગ્યુલર ટેસ્ટ કરવામાં આવી રહી છે.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 kriti kharbanda