06 November, 2020 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
ટૂંક સમયમાં કિયારા અડવાણી(Kiara Advani)ની નવી ફિલ્મ’ લક્ષ્મી ‘ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે. અગાઉ તે બંને ‘ગુડ ન્યૂઝ’માં સાથે જોવા મળ્યા હતા. જો કે લક્ષ્મીની રીલિઝ પહેલા જ કિયારાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે તેને આ 3 વસ્તુમાં સેક્સ કરતાં પણ વધારે મજા આવે છે.
કિયારાનો આ વીડિયો ‘ટ્વીક ઇન્ડિયા’ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કિયારાને પૂછવામાં આવ્યું છે કે જો તેને કીડો બનવાનો મોકો તક મળે તો તે શું બનવા માંગે છે, કિયારા જવાબ આપે છે કે તે કૈટરપિલર એટલે કે ઈયળ બનવા માંગે છે. જેથી કરીને તે બાદમાં પતંગિયું બની શકે. આ પછી, કિયારાને પૂછવામાં આવ્યું કે એવી કઈ ત્રણ વસ્તુઓ શું છે જેને તે સેક્સ કરતાં વધુ સારી માને છે?
આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે પિત્ઝા, શોપિંગ અને એક સારી મૂવી મને સેક્સ કરતાં વધારે સારી લાગે છે. આ વીડિયોમાં કિયારાને આગળ પૂછવામાં આવ્યું છે કે શું તેના જીવનમાં આવી કોઈ ઘટના બની છે કે જેમાં તેને લાગ્યું કે તે માંડ માંડ બચી હોય. તો કિયારાએ પણ આવી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે કોલેજમાં ભણતી હતી ત્યારે તેના મિત્રો સાથે ટ્રિપ પર ગઈ હતી. ટ્રિપ પર તેના રૂમમાં આગ લાગી હતી. તે ખૂબ જ ભયાનક ઘટના હતી. ત્યારે સામે મોત દેખાયું હતું અને એવું લાગતું હતું કે માંડ માંડ બચી છે.