PT ઉષાની બાયોપિકમાં પ્રિયંકાને બદલે દેખાઈ શકે આ અભિનેત્રી

24 April, 2019 06:52 PM IST  | 

PT ઉષાની બાયોપિકમાં પ્રિયંકાને બદલે દેખાઈ શકે આ અભિનેત્રી

પ્રિયંકા ચોપડા, પીટી ઉષા

PT ઉષાની બાયોપિકમાં કેટરીના કૈફને સ્થાન મળી શકે 

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને મેરી કૉમની બાયોપિક પછી બોલીવુડમાં ખેલાડીઓના જીવન પર કેટલીય ફિલ્મો બની રહી છે. જેમાં હે પીટી ઉષા પર પણ ફિલ્મ બની રહી છે જેમાં પહેલા પ્રિયંકા ચોપડાને ફાઇનલ કરવામાં આવી હતી. પણ હવે આ ફિલ્મમાં કેટરીના કૈફને લેવાની ચર્ચા થઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર રેવતી એસ વર્મા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે અને ફિલ્મમાં દેસી ગર્લ પ્રિયંકાને કેટરીના કૈફ રિપ્લેસ કરી શકે છે.

પ્રિયંકા આ પહેલા મેરી કોમની બાયોપિકની ફિલ્મમાં કામ કરી ચુકી છે

આ ફિલ્મની ખાસ વાત એ છે કે પ્રિયંકા ચોપડાને આ બાયોપિક ઘણાં વર્ષો પહેલા ઑફર કરવામાં આવી હતી. તે સમયે પ્રિયંકા ચોપડા મેરી કૉમની બાયોપિકમાં વ્યસ્ત હતી. ત્યાર પછી હોલીવુડમાં એન્ટ્રી થવાથી પ્રિયંકાનું વ્યસ્ત શેડ્યૂલ ફિલ્મને આડે આવતું રહ્યું. હવે ખબરો પ્રમાણે ફિલ્મ માટે કેટરીનાના નામની ચર્ચા છે. જો એમ થયું તે કેટરીનાના ખાતામાં આ પહેલી બાયોપિક ફિલ્મ આવશે.

અનેક ભાષાઓમાં ફિલ્મ થશે રીલિઝ

ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રો પ્રમાણે બાયોપિક જુદી જુદી ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મમાં પીટી ઉષાના જીવન સાથે જોડાયેલી કેટલીય અચિવમેન્ટ્સ બતાવવામાં આવશે. પીટી ઉષાએ પોતાની રમત કારકિર્દીમાં 101થી પણ વધુ ઇન્ટરનેશનલ મેડલ્સ પોતાના નામે કર્યા છે. પીટી ઉષાને અર્જુન અવોર્ડ સાથે પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પીટી ઉષા તાજેતરમાં રેલવેમાં અધિકારી તરીકે કામ કરી રહી છે. આ સિવાય દેશના યંગ એથલીટ્સને પોતાની કેરલા એકેડેમીમાં ટ્રેઇનિંગ પણ આપે છે.

આ પણ વાંચો : Avengers Endgame:ભારતમાં સૌથી પહેલો રિવ્યુ, જાણો વિદેશી મીડિયાએ શું કહ્યું ?

જણાવીએ કે કેટરીના કૈફ અત્યારે પોતાના નવા પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ 'ભારત' ઇદના અવસરે 5 જૂનના રજૂ થશે. જેમાં તે સલમાન ખાન અને દિશા પટાણી સાથે જોવા મળશે. એટલું જ નહીં કેટરીના કૈફ પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી' પણ છે જેમાં તે અક્ષય કુમાર સામે દેખાશે.

priyanka chopra katrina kaif