Kalank : મુઘલ-એ-આઝમની મધુબાલાથી પ્રેરિત છે આ ગીતમાં કિયારાનો લૂક

17 April, 2019 03:06 PM IST  | 

Kalank : મુઘલ-એ-આઝમની મધુબાલાથી પ્રેરિત છે આ ગીતમાં કિયારાનો લૂક

કિયારા અડવાણી

કલંકનું ગીત ફર્સ્ટ ક્લાસ, વરુણ ધવન અને કિયારા અડવાણી પર ફિલ્માવવમાં આવ્યું છે. ગીતમાં વરુણ ધવન કુર્તા-પાયજામામાં જોવા મળે છે. પણ કિયારા અડવાણી ટ્રેડિશનલ લહેંગા અને જ્વેલરીમાં જોવા મળી. તેનો આ લૂક મુઘલ-એ-આઝમની મધુબાલાથી પ્રેરિત છે એવું લાગે છે.

કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક 17 એપ્રિલે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તેનું સૌથી મોટું કારણ આ ફિલ્મના ગીત છે, જે ચાર્ટબીટ પર છવાયેલા છે. ફિલ્મનું ટ્રેક ફર્સ્ટ ક્લાસ હિટ ડાન્સ નંબર વન બની ચૂક્યું છે. પણ આ ગીતનું કનેક્શન બોલીવુડ આઇકોનિક મધુબાલા સાથે છે.

હકીકતે, કલંકના ગીત ફર્સ્ટ ક્લાસને વરુણ ધવન અને કિયારા અડવાણી પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતમાં વરુણ કુર્તા-પાયજામામાં જોવા મળે છે. પણ કિયારા અડવાણી ટ્રેડિશનલ લહેંગા અને જ્વેલરીમાં જોવા મળી. તેનો આ લૂક મુઘલ-એ-આઝમની મધુબાલાના ગેટ-અપથી પ્રેરિત હોય એવું લાગે છે.

પોતાના આ લૂક વિશે કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ પણ હતું કે, "કલંકના આ ગીતની તૈયારી માટે મધુબાલાના ડાન્સ વીડિયો વારંવાર જોયાં હતાં. ગીત બધાને ગમી રહ્યું છે, આ બાબતે હું ખૂબ જ ખુશ છું. જો કે આ ગીતમાં મારા સંપૂર્ણ લૂકનું ક્રેડિટ મનીષ મલ્હોત્રાને જાય છે. તેમણે મધુબાલાનો ગેટ-અપ મારી માટે તૈયાર કર્યો."

કલંક રિલીઝ થયા પછી રિવ્યૂ સામે આવી રહ્યા છે. બોલીવુડ સેલેબ્સે ફિલ્મને શાનદાર જણાવી છે. ડાયરેક્ટર શશાંક ખેતાને ફિલ્મ જોયા પછી ટ્વીટ કરીને લખ્યું છે કે, "કલંક વિઝ્યુઅલ ટ્રીટ છે. બ્યૂટિફુલ અને સિનેમેટિક. સોનાક્ષી લવલી કૈમિયોમાં સારી લાગે છે. આદિત્ય પણ સારો લાગે છે. અભિષેક વર્મને સુપર કામ કર્યું છે."

આ પણ વાંચો : Kalank:મોસ્ટ અવેઈટેડ મલ્ટી સ્ટારર ફિલ્મ વિશેની જાણવા જેવી વાતો

બીજા ટ્વીટમાં શશાંકે લખ્યું, "કલંકમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન સુપર છે. તેમની આંખો 1000 વાતો બોલે છે. તેમની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. પછી તે લવ હોય કે લૉસ, તે બન્ને બધી જ વસ્તુઓને મેજિકમાં બદલી નાખે છે."

bollywood news bollywood events bollywood gossips bollywood madhubala