મુખરજી પરિવારના વડીલ રોનો મુખરજીનું નિધન- કાજોલ-અયાન-તનીશાના પરિવારમાં શોક

29 May, 2025 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોનો મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રહી ચૂક્યા હતા

ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રોનો મુખરજી

કાજોલ-તનીશા તથા ડિરેક્ટર અયાન મુખરજીના કાકા તેમ જ ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રોનો મુખરજીનું નિધન થયું છે. રોનો મુખરજીનાં અંતિમ દર્શન માટે અયાન મુખરજી, તનીશા મુખરજી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો પહોંચ્યા હતા. આ અંતિમ દર્શન વખતે આશુતોષ ગોવારીકર પણ તેની પત્ની સુનીતા સાથે પહોંચ્યો હતો. રોનો મુખરજીના નિધનથી સમગ્ર પરિવાર આઘાતમાં છે, કારણ કે એક વર્ષની અંદર મુખરજી પરિવારે બે વ્યક્તિઓને ગુમાવી છે. આ પહેલાં ૧૪ માર્ચે અયાન મુખરજીના પિતા દેવ મુખરજીનું પણ અવસાન થયું હતું.

રોનો મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રહી ચૂક્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર બે ફિલ્મો ‘હવાએં’ અને ‘તૂ હી મેરી ઝિંદગી’નું ડિરેક્શન કર્યું હતું. ફિલ્મ ‘તૂ હી મેરી ઝિંદગી’ના તેઓ માત્ર દિગ્દર્શક જ નહીં, સંગીતકાર પણ હતા.

kajol tanishaa mukerji celebrity death bollywood buzz bollywood gossips bollywood