શાકભાજીનું પેકિંગ જોઇ જુહી ચાવલા ચોંકી ગઇ

03 July, 2020 11:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

શાકભાજીનું પેકિંગ જોઇ જુહી ચાવલા ચોંકી ગઇ

જુહી ચાવલા

શાકભાજી ઑર્ડર કરતાં જે રીતે એને પૅક કરીને મોકલાવી હતી એ જોઈને તે ચોંકી ગઈ હતી. તેણે જણાવ્યું કે ભણેલા-ગણેલા લોકો જ ધરતી પર વધુપડતી ગરબડ કરતા હોય છે. વેજિટેબલ્સને જે રીતે કાર્ટનમાં પૅક કરીને તેના ઘરે ડિલિવર કરવામાં આવી હતી એનો ફોટો ટ્વિટર પર શૅર કરીને જુહી ચાવલાએ ટ્વીટ કર્યું હતું કે ‘અને આવી રીતે મારા ઘરે શાકભાજીઓ પહોંચાડવામાં આવી હતી. પ્લાસ્ટિકમાં વીંટાળીને. શિક્ષિત લોકો જ ધરતી પર આવા પ્રકારની ગરબડ કરતા હોય છે. ખબર નથી પડતી કે તેમના આવા વર્તન પર હસું કે રડું.’

juhi chawla bollywood