ચૂચા અને સેક્સાના નામે લોકો બોલાવે એ મને વધુ પસંદ છે: વરુણ શર્મા

30 September, 2020 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂચા અને સેક્સાના નામે લોકો બોલાવે એ મને વધુ પસંદ છે: વરુણ શર્મા

વરુણ શર્મા

વરુણ શર્માનું કહેવું છે કે લોકો તેને તેના પાત્રના નામથી બોલાવે એ તેને ખૂબ જ પસંદ છે. ‘ફુકરે’ સિરીઝમાં તેણે ચૂચા અને ‘છિછોરે’માં તેણે સેક્સાનું પાત્ર ભજવ્યું હતું. તેનાં આ પાત્ર એટલાં ફેમસ થયા છે કે લોકો તેને એ નામથી જ બોલાવે છે. વરુણ હાલમાં એક ઇન્ટરૅક્ટિવ સ્ટૅન્ડ-અપ કૉમેડી શો ‘સબસે ફની કૌન?’માં હોસ્ટ તરીકે કામ કરી રહ્યો છે. આ શોમાં દસ કૉમેડિયન્સ જોવા મળશે. આ શો અને તેના પાત્ર વિશે વરુણે કહ્યું હતું કે ‘લોકો મને જ્યારે મારા નામની જગ્યાએ સેક્સા અને ચૂચા કહીને બોલાવે ત્યારે મને ખૂબ જ ગમે છે. કોઈ પણ ઍક્ટર્સ માટે તેના પાત્રના નામે ઓળખાવાવું એક આશીર્વાદ સમું છે. તેમ જ લોકો મને મારા શો માટે પસંદ કરી રહ્યા છે. આ માટે હું તેમનો આભારી છું. તેમને ફરી એન્ટરટેઇન કરવાની મને ખુશી છે. એક કૉમેડી ઍક્ટર તરીકે લોકો તમારી પાસે તેમને હસાવવાની આશા રાખે છે અને ‘સબસે ફની કૌન?’માં હું લોકોને એ પૂરું પાડીશ.’

entertainment news bollywood bollywood news varun sharma