લલિત પંડિત દ્વારા કમ્પોઝ થયેલા પહેલા નશા જેવા એવરગ્રીન ગીતો લાઈવ માણવા મળશે

21 September, 2022 11:18 AM IST  |  Mumbai | Nirali Kalani

આ સંગીત સમારોહમાં લલિત પંડિત  સાથે બૉલીવૂડના અનેક દિગ્ગજો પણ પર્ફોમ કરશે. જેમાં અલકા યાજ્ઞિક, શાન, ઉદિત નારાયણ, બાબુલ સુપ્રિયો, સાધના સરગમ, વિજેતા પંડિત, અને મમતા શર્મા પણ હિટ ગીતો પર લાઈવ પરફોર્મ કરશે. 

લલિત પંડિત

`કુછ કુછ હોતા હૈ`, `સરફરોશ`, `કભી ખુશી કભી ગમ`  અને `સરફોશ` જેવી ફિલ્મના ગીતોની વાત થાય કે તરત જ લોકોના મુખે આ ગીત સાંભળવા મળે. આ ફિલ્મોના તમામ એવરગ્રીન ગીતોને કમ્પોઝ કરનાર પ્રખ્યાત સંગીતકાર લલિત મોદી ફરીવાર આ ગીતોથી રુબરુ કરાવવા જઈ રહ્યાં છે. લલિત પંડિત દ્વારા (Lalit Pandit) 23 સપ્ટેમ્બરે મુંબઈના શણમુખાનંદ હૉલમાં એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આ તમામ ગીતો લાઈવ સાંભળવા મળશે. આ સંગીત સમારોહમાં લલિત પંડિત  સાથે બૉલીવૂડના અનેક દિગ્ગજો પણ પર્ફોમ કરશે. જેમાં અલકા યાજ્ઞિક, શાન, ઉદિત નારાયણ, બાબુલ સુપ્રિયો, સાધના સરગમ, વિજેતા પંડિત, અને મમતા શર્મા પણ હિટ ગીતો પર લાઈવ પરફોર્મ કરશે. 

`એટર્નલ હિટ્સ વન્સ મોર` સંગીત સમારોહમાં લલિત પંડિતની સૌથી લોકપ્રિય હિટ ફિલ્મોના ગીતો રજૂ કરવામાં આવશે. જતીન લલિતની જોડીએ કેટલીક હિટ ફિલ્મો માટે સંગીત આપ્યું છે. તેણે `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે`, `કુછ કુછ હોતા હૈ`, `કભી ખુશી કભી ગમ`, `સરફરોશ`, `કભી હાં કભી ના`, `મોહબ્બતેં` જેવી હિટ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું અને આ તમામ હિટ ફિલ્મોના ગીતો કોન્સર્ટમાં સાંભળવા મળશે. આ ઉપરાંત લલિત પંડિત જતીન લલિતના બ્રેકઅપ બાદ સ્વતંત્ર રીતે 25 ફિલ્મો પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. જતિન લલિતના બ્રેકઅપ પછી, લલિત પંડિતે પણ સ્વતંત્ર રીતે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અભિનીત ફિલ્મ દબંગનું હિટ ગીત મુન્ની બદનામ હુઈ કમ્પોઝ કર્યું હતું જે સુપરહિટ ફિલ્મ દબંગ અને આઈટમ ગીતોના યુગની ઓળખ બની ગયું હતું. 

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં લલિત પંડિતે જણાવ્યું કે "હું આ કોન્સર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને હું ઈન્ડસ્ટ્રીના મારા કેટલાક મનપસંદ ગાયકો સાથે પરફોર્મ કરીશ. આ કોન્સર્ટ મારા સંગીતની ઉજવણી છે, જે હું વર્ષોથી કરી રહ્યો છું. અમે `જો જીતા વહી સિકંદર`, `સરફરોશ`, `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે`, `મોહબ્બતેં`, `કભી ખુશી કભી ગમ`, `કુછ કુછ હોતા હૈ` જેવી સુપરહિટ ફિલ્મોના ગીતો પર લાઈવ પરફોર્મ કરીશું." ઉલ્લેખનીય છે કે આ સમારોહ દ્વારા સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા જરૂરિયાતમંદોને મદદ પણ કરવામાં આવશે. 

`પહેલા નશા` ગીત દ્વારા મળી ઓળખાણ
નોંધનીય છે કે લલિત પંડિતે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995), કુછ કુછ હોતા હૈ (1998) અને મોહબ્બતેં (2000) જેવી સુપરહિટ ફિલ્મોમાં ગીતો બનાવ્યા છે. તેમની પ્રથમ રચના ફિલ્મ `યારા દિલદારા` (1991) ફિલ્મનું  `બિન તેરે સનમ થા` ગીત હતું. તે પછી તેમણે ફિલ્મ `જો જીતા વોહી સિકંદર` (1992) માટે `પહેલા નશા` ગીત કમ્પોઝ કર્યુ હતું અને ત્યાર બાદ તેમની કારકિર્દી વધુ વેગ મળ્યો હતો. 

bollywood news lalit pandit shaan alka yagnik