Boney Kapoorના બર્થડે સેલિબ્રેશનમાં કેમ સામેલ નહોતી દીકરી જ્હાનવી અને ખુશી?

11 November, 2022 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ નિર્માતા બોની કપૂર બર્થડે સેલિબ્રેશનમાં અંશુલાને કેક ખવડાવતાં જોવા મળ્યા હતાં.

બોવી કપૂર બર્થડે સેલિબ્રેશન (સૌ. બોની કપૂર ઈન્સ્ટાગ્રામ)

ફિલ્મ નિર્માતા બોની કપૂર(Boney Kapoor Birthday)આજે એટલે 11 નવેમ્બરે પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને ગઈકાલે રાત્રે પ્રી બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ગત રોજ એટલે ગુરુવારે રાત્રે 10 નવેમ્બરના રોજ બોની કપૂરના જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી. આ અવસર પર બોની કપૂરની પહેલી પત્નીના બંને બાળકો અને તેમના કેટલાક નજીકના મિત્રો પણ પહોંચ્યા હતા.

પરિવારના સભ્યો સાથે કેટલાક નજીકના મિત્રોએ કરી ઉજવણી

બોની કપૂર(Boney Kapoor)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મિડ-નાઈટ બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જોવા મળી રહ્યા છે. જોકે, બોનીની બર્થડે પાર્ટીમાં માત્ર એક જ ખામી હતી. તેમની બંને દીકરીઓ જાન્હવી કપૂર અને ખુશી કપૂર પાપાની આ ઉજવણીમાં જોવા મળી નહોતી.

બોની તેની પુત્રી અંશુલાને કેક ખવડાવતા જોવા મળ્યા
આ તસવીરો શેર કરતી વખતે બોની કપૂરે લખ્યું છે કે તેમના જન્મદિવસ પર તેમનો પરિવાર અને કેટલાક નજીકના મિત્રો પહોંચ્યા હતા. આ સાથે તેણે દરેક માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. જન્મદિવસની આ તસવીરોમાં બોની તેની પુત્રી અંશુલાને કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે. પરંતુ જાહ્નવી અને ખુશી આ પાર્ટીમાંથી ગાયબ હતા.

સતીશ કૌશિક, રાહુલ રવૈલ અને મોહિત મારવાહ પણ હાજર
આ પાર્ટીમાં સતીશ કૌશિક, રાહુલ રવૈલ અને મોહિત મારવાહ પણ હાજર હતા. શબાના આઝમીએ બોની કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી અને કહ્યું- હેપ્પી એનિવર્સરી બોની જી, ખૂબ પ્રેમ

bollywood news jhanvi kapoor boney kapoor arjun kapoor