શું 'સોનચિડિયા'માં મનોજ વાજપેયીનું પાત્ર ડાકૂ માનસિંહથી પ્રેરિત છે?

12 January, 2019 06:20 PM IST  | 

શું 'સોનચિડિયા'માં મનોજ વાજપેયીનું પાત્ર ડાકૂ માનસિંહથી પ્રેરિત છે?

મનોજ વાજપેયી

મધ્ય ભારતમાં ડાકૂઓના ગૌરવની વાતો પર આધારિત ફિલ્મ 'સોનચિડિયા' આ વર્ષની અત્યંત રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની એક છે. હાલમાં જ રિલીઝ થયેલ ટ્રેલરે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સાહમાં વધારો કર્યો છે. 'સોનચિડિયા' ફિલ્મના ટ્રેલરમાં સુશાંત સિંહ રાજપૂત ડાકૂની ભૂમિકામાં આકર્ષક અને તેના રોલને ન્યાય આપતો લાગી રહ્યો છે. ત્યાં જ મનોજ વાજપેયી ફરી પોતાના દમદાર ડાયલોગથી સૌના હ્રદય પર રાજ કરે છે.

ફિલ્મના ટ્રેલરમાં મનોજ વાજપેયીની ઝલક જોયા પછી અનુમાન લગાડવામાં આવે છે કે તેનું પાત્ર ડાકૂ માસિંહ સાથે મળતું હોય તેવું લાગે છે. ડાકૂ માનસિંહ આગ્રામાં જન્મેલો એક કુખ્યાત ડાકૂ હતો. ડાકૂ માનસિંહ પર લૂંટના 1,112 તથા હત્યાના 185 કેસ હતા પણ ગરીબોમાં તેની છબિ રૉબિન હુડ જેવી હતી અને આ જ ગરિબ લોકોનો તેને સપોર્ટ પણ હતો. માનસિંહની પ્રતિભા અસહાય અને જરૂરીયાતમંદ લોકોને સહારો આપતી હતી અને લોકોને તેમનો હક અપાવવા માનસિંહ કઈ પણ કરી જતો.

ફિલ્મના ટીઝર અને પોસ્ટરની જેમ જ ફિલ્મનું ટ્રેલર પણ દમદાર સાબિત થયું છે જેમાં એક્શન, પૉલિટિક્સ, ડ્રામા, ખુન ખરાબો , બદલો, હાર, જીત બધું જ દર્શકોની સામે રજૂ કરાયું છે. આમ આ ફિલ્મ મનોરંજન માટે એક પરફેક્ટ પેકેજ છે.

સોનચિડિયામાં સુશાંત સિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ વાજપેયી, રણવીર શોરે અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. , સોનચિડિયામાં ડાકૂઓના યુગ પર આધારિત ફિલ્મમાં એક દેહાતી અને કટ્ટર કહાણી પ્રસ્તુત કરવામાં આવશે.

સોનચિડિયા અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત અને મધ્યપ્રદેશની ઘાટિમાં બનાવાયેલી છે. સોનચિડિયામાં ધમાકેદાર એક્શનની પણ ભરમાર જોવા મળશે.

'ઉડતા પંજાબ' અને 'ઈશ્કિયા' જેવી સ્ટોરીઓ સાથે દર્શકોનું મનોરંજન કરાવી ચૂકેલા ડિરેક્ટર અભિષેક ચૌબે હવે પોતાની આગામી ફિલ્મ સોનચિડિયાની સાથે ચંબલની સ્ટોરી સાથે લોકો સામે રજૂ થશે.

આ પણ વાંચો : સોનચિડિયામાં દેશનું પ્રતિબિંબ જોવા મળશે : ભૂમિ પેડણેકર

દર્શકોનું મનોરંજન કરવા માટે સોનચિડિયા તૈયાર છે અને 8 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

bollywood