27 December, 2023 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન
HBD Salman Khan: બૉલિવૂડ મેગાસ્ટાર સલમાન ખાનનો આજે બર્થડે (Hbd Salman Khan)છે. દબંગ ખાન 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, અને ભાઈજાનને તેના ખાસ દિવસે શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયા અસંખ્ય પોસ્ટ્સથી છલકાઈ ગયું છે. ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં, સલમાને સંખ્યાબંધ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને અસંખ્ય પુરસ્કારો જીત્યા છે. તાજેતરની તેમની ફિલ્મ "ટાઇગર 3" છે. એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં, સલમાને વાત કરી કે તે કેવી રીતે તેની ઉંમર અનુભવતો નથી અને તે કામ કરવાનું બંધ કરી શકતો નથી.
જ્યારે સલમાન ખાને કહ્યું હતું કે તે કામ કરવાનું બંધ ન કરી શકે
2017માં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખાને કહ્યું હતું કે,"મને નથી મારી ઉંમરનો અનુભવ નથી થઈ રહ્યો. મારી મમ્મી કહે છે કે હું 13 વર્ષની ઉંમરે અટકી ગયો છું! પરંતુ મને ઘણી વધુ ઇજાઓ થવા લાગી છે અને મને પીડા ઘણી વધારે અનુભવવા લાગી છે. હું ફ્રેક્ચરમાંથી પસાર થઈ ચૂક્યો છું, બ્રોકન બોન્સ, સ્ટ્રેઈન્ડ મસલ્સ વગેરે લીધે પીડા થાય છે, પરંતુ હું હજી પણ કામ કરું છું." તેમણે ઉમેર્યું કે તે ચાર કલાક ઊંઘે છે.
સલમાન ખાન (Hbd Salman Khan)એ કહ્યું કે તેના બદલે તે તે સમયનો ઉપયોગ કરે છે. જ્યારે તે શૂટિંગ નથી કરતો, ત્યારે તે સ્ક્રિપ્ટ્સ વાંચતો હોય છે, વાર્તાઓ સાંભળતો હોય, સંગીત સાંભળતો હોય, વકીલોને મળતો હોય, બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનમાં હાજરી આપતો હોય અથવા પાર્ટીમાં હોય. તેણે વધુમાં કહ્યું કે તેના ડૉક્ટરે તેને કહ્યું કે,"રેમ્બો ન બનો!" પરંતુ તે કામ કરવાનું બંધ કરી શકતા નથી.
જ્યારે સલમાન ખાને કહ્યું હતું કે કોઈને તેમની ઉંમર ત્યારે જ લાગે છે જ્યારે તેઓ જીવનથી કંટાળે
સલમાન ખાન (HBD Salman Khan)એ આગળ કહ્યું,"હું માનું છું કે જ્યારે તમે જીવનથી કંટાળી જાઓ છો ત્યારે તમને થાક લાગવાનું શરૂ થાય છે. તમારા કામ પ્રત્યે ઉત્સાહી નથી હોતા અને જ્યારે તમે આળસ કરો છો ત્યારે તમે વૃદ્ધ થાઓ છો અને તમારી ઉંમર અનુભવો છો. તમારે હંમેશા ખુશ, ઉત્સાહિત અને રસ ધરાવવાની જરૂર છે. તમારે આગળ વધવાની જરૂર છે. અને વૃદ્ધ માણસને અંદર પ્રવેશવા માટે તમારા શરીરનું એક છિદ્ર પણ ખુલ્લું ન છોડો. જો તમે આમ કરશો, તો વૃદ્ધતા તમારા જીવન પર કબ્જો નહીં મેળવી શકે."
સલમાન ખાનનું વર્ક ફ્રન્ટ
સલમાન ખાન તાજેતરમાં ટાઇગર 3 માં જોવા મળ્યો હતો, જેમાં કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મીન પણ હતા. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ YRF સ્પાય યુનિવર્સમાં પાંચમી ફિલ્મ છે.