01 January, 2021 03:07 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય જાગરણ
વર્ષ 2020 પસાર થઈ ચૂક્યું છે અને વર્ષ 2021નું આગમન પણ થઈ ગયું છે. બધાં જ વર્ષ 2020ની ખરાબ યાદોને ભૂલાવીને નવા વર્ષની બહેતરીની પ્રાર્થના કરી રહ્યા છે. લોકો નવા વર્ષે પાર્ટી કરી રહ્યા છે અને એક બીજાને વધામણી આપી રહ્યા છે. એવામાં બૉલીવુડ સ્ટાર્સે પણ જુદા-જુદા અંદાજમાં પોતાના ચાહકોને ન્યૂ યરની વધામણી આપી છે.
હાલ નવા વર્ષનું ઉત્સવ ઉજવવા કેટલાક સેલેબ્સ રાજસ્થાન ગયા છે, તો કેટલાક ગોવા અને માલદીવમાં ન્યૂ યર સેલિબ્રેટ કરી રહ્યા છે. પણ કેટલાક સેલિબ્રિટી એવા પણ છે જેમણે પોતાના પરિવાર સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યો અને સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનની તસવીરો શૅર કરી ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. અહીં જાણો કે સેલેબ્સે કેવી રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું.
કરીના કપૂર ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, ગૌરી ખાન, અક્ષય કુમાર, સારા અલી ખાનથી લઈને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સુધી બધાએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી ચાહકોને વધાણી આપી છે. બધાં બૉલીવુડ સિતારાઓએ પોતાના ચાહકોને સ્વાસ્થ્ય, ખુશી અને પ્રેમની કામના કરી છે.
સારા અલી ખાન
બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથે તસવીરો શૅર કરીને પોતાના ચાહકોને નવા વર્ષ 2021ની શુભેચ્છાઓ આપી છે. સારાએ ફોટો શૅર કરીને લખ્યું, "હેપ્પી ન્યૂ યર.. મારા ભાઈ સાથે આ હંમેશાં સૌથી સારું ચિયર્સ છે. આ મારો બધો જ ડર ભગાડી દે છે.. અને હંમેશાં મારા બધાં આંસૂ લૂછે છે."
અક્ષય કુમાર
અક્ષય કુમારે વર્ષ 2021ના સૂર્યોદયની સાથે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યો છે, તેણે વીડિયો શૅર કરતા લખ્યું, આ વર્ષ 2021નું સૌથી પહેલું સનરાઇસ છે, હું દરેકની સફળતા અને ખુશી માટે પ્રાર્થના કરું છું, એક મહાન ભવિષ્યની કામના કરું છું. નવું વર્ષ મુબારક બધાને.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને વર્ષ 2021માં પોતાના પરિવાર સાથે નવા વર્ષનું ઉત્સવ ઉજવતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરી છે, તસવીરોમાં તેમની પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, પુત્ર વધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યાની ન્યૂ યર સેલિબ્રેટ કરતા જોવા મળે છે. બિગ બીએ ફોટો શૅર કરીને લખ્યું, "શાંતિ પ્રેમ અને સદ્ભાવ 2021... વર્ષ નવ હર્ષ નવ હર્ષ નવ; જીવન ઉર્ત્ષ નવ."
ગૌરી ખાન
ગૌરી ખાને શાહરુખ ખાન સાથે પોતાની એક જૂની તસવીર શૅર કરીને લખ્યું, આખરે 2021. નવા વર્ષની શુભેચ્છાઓ. સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર પોતાના પતિને ટૅગ કરતા એક તસવીર શૅર કરી છે. જેમાં તેણે લખ્યું, ટાઇમ રિફ્લેક્ટ 2021માં એક સારા વર્ષની રાબ જોઇ રહી છું,
દિશા પટણી
એક્ટ્રેસ પટણીએ પોતાના ન્યૂ યર સેલિબ્રેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. દિશાએ પોતાના ચાહકો સાથે તસવીર શૅર કરીને લખ્યું, "બધાને ન્યૂ યરની શુભેચ્છાઓ."