01 January, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ ‘હક’ આવતી કાલથી OTT પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મ ૧૯૮૫ના પ્રસિદ્ધ શાહબાનો કેસ પરથી પ્રેરિત છે. આ ફિલ્મ એક મુસ્લિમ મહિલાની કહાની છે, જેને તેના પતિએ શરિયા કાયદા હેઠળ તલાક આપી દીધા છે અને ત્યાર બાદ તેના ભરણપોષણનો પણ ઇનકાર કરી દે છે. આવી સ્થિતિમાં મહિલા સામાજિક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવે છે અને પોતાના હકના ભરણપોષણ માટે પોતાના પતિ સામે કોર્ટમાં કેસ દાખલ કરે છે. ‘હક’ બીજી જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.