આલિયા ભટ્ટની ગિફ્ટ-ડિપ્લોમસી

25 February, 2026 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં કૅટરિના કૈફ અને વિકી કૌશલના વિહાન માટે અને હવે યામી ગૌતમ અને આદિત્ય ધરના વેદાવિદ માટે મોકલ્યું ગિફ્ટ-હૅમ્પર

યમી ગૌતમ અને આલિયા ભટ્ટે મોકલેલી ગિફ્ટ

આલિયા ભટ્ટે હાલમાં યામી ગૌતમ અને આદિત્ય ધરના દીકરા વેદાવિદ માટે ખાસ ગિફ્ટ-હૅમ્પર મોકલ્યું છે. આ પછી ગિફ્ટ આપવા બદલ યામીએ પણ આલિયાનો ખાસ આભાર માન્યો છે. આ પહેલાં પણ આલિયાએ કૅટરીના કૈફના દીકરા વિહાન માટે ખાસ ગિફ્ટ-હૅમ્પર મોકલ્યું હતું. આલિયાએ યામી ગૌતમના દીકરા માટે જે સુંદર ગિફ્ટ-હૅમ્પર મોકલ્યું હતું એની તસવીર પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી અને લખ્યું હતું કે ‘પ્રિય યામી, તમને બન્નેને ઘણો બધો પ્રેમ.’ વેદાવિદ માટેના ગિફ્ટ-હૅમ્પરમાં એક ખૂબ જ ક્યુટ, સૉફ્ટ ટૉય સાથે બાળકની સંભાળ માટેનાં સાબુ, લોશન, પાઉડર અને સ્કિનકૅર પ્રોડક્ટ્સ જેવી બીજી કેટલીક વસ્તુઓ હતી. યામી ગૌતમે પણ પોતાના સોશ્યલ મીડિયામાં આ ગિફ્ટની તસવીર શૅર કરીને આલિયાનો દિલથી આભાર માન્યો હતો.

alia bhatt yami gautam bollywood news bollywood buzz bollywood gossips bollywood