ઍન્ગ્રી યંગ મૅનમાંથી હું ખૂબ જ શાંત બની ગયો છું : અમિત સાધ

06 March, 2020 12:01 PM IST  |  Mumbai

ઍન્ગ્રી યંગ મૅનમાંથી હું ખૂબ જ શાંત બની ગયો છું : અમિત સાધ

અમિત સાધ

અમિત સાધનું કહેવું છે કે તે હવે ઍન્ગ્રી યંગ મૅન નથી રહ્યો. અમિત સાધે હાલમાં જ ઝી-ટીવી પર આવતા ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’માં હાજરી આપી હતી. આ શોમાં તેણે તેની કરીઅરની સાથે પર્સનલ લાઇફ વિશે પણ ઘણી વાત કરી હતી. તે પહેલાં ખૂબ જ ગુસ્સાવાળો હતો, પરંતુ આજે શાંત થઈ ગયો છે. આ વિશે વાત કરતાં અમિતે કહ્યું હતું કે ‘સાચું કહું તો મારી આસપાસની દરેક વ્યક્તિ માટે હું મારી ઍક્શનને લઈને ઍન્ગ્રી યંગ મૅન હતો, પરંતુ મને ખરેખર ઓળખનારને ખબર હતી કે અમિત સાધ કેવો છે. મારા ઘણા ફ્રેન્ડ્સ મને પૂછતા હતા કે મને શું થયું છે? એક દિવસ મને મારા ગુસ્સાનો અહેસાસ થયો અને એ દિવસે હું બદલાઈ ગયો. એ દિવસથી મેં પાછળ નથી જોયું. હું પહેલાં કરતાં વધુ શાંત બની ગયો છું અને વધુ કૉન્ફિડન્ટ બની ગયો છું.’

આ પણ વાંચો : રજનીકાન્તને કઈ વાતનો છે વસવસો?

અમિત સાધે હાલમાં જ નવી લક્ઝુરિયસ કાર ખરીદી છે. લૅન્ડરોવર ડિસ્કવરીની પ્રાઇસ ૫૭ લાખથી લઈને ૧.૦૮ કરોડ રૂપિયા સુધીની છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાંની સાથે અમિત સાધે કૅપ્શન આપી હતી કે ‘આપણે આપણાં સપનાં અને ગોલ્સને પૂરાં કરવા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ. દરેક સપના અને દરેક વસ્તુ માટે મહેનત કરીએ છીએ. સપનાં જુઓ, પરંતુ એ તમારા પર હાવી ન થઈ જાય એની તકેદારી રાખવી. હંમેશાં સતત મહેનત કરતા રહો.’

amit sadh bollywood news entertainment news